દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતીની મીટીંગ યોજાઈ..
દાહોદ તા. ૨૬
ઝાલોદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીશ્રી એ.કે.ભાટિયાની અધ્યક્ષતામાં અને ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ઉપસ્થિતિમાં રોગી કલ્યાણ સમિતીની મીટીંગ યોજવામાં આવી હતી
ઝાલોદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે માન્ય પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયાની અધ્યક્ષતામાં ઝાલોદ 130 વિધાનસભા ના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા ની ઉપસ્થિતિમાં રોગી કલ્યાણ સમિતીની મિટીંગ યોજાઇ જેમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં અને સી.એચ.સી પેથાપુર , સી.એચ.સી લીમડી , સી.એચ.સી કદવાલ , સી.એચ.સી મીરાખેડી માં અનેક જરૂરીયાત સાધનો અને સામગ્રી જેમ કે વોશીગ મશીન ખરીદવા માટે, લેબોરેટરી સામાન સોલ્યુશન કિટ ખરીદવા માટે ચર્ચા કરવામાં આવી, તેમજ ઈમરજન્સી માં વપરાતી દવાઓ પૂરતા પ્રમાણે જથ્થો રાખવામાં આવે અને વધારે ઈમરજન્સી દવાઓની ખરીદવા માટે ચર્ચા કરવામાં આવી હતી
આ રોગી કલ્યાણ સમિતીની મિટીંગમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સી.એચ.સીના તમામ અધિક્ષકક્ષીઓ જીલ્લાનાં પી.આઈ.યુ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ચિરાગ એમ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તુષાર ભાભોર, રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી
