સંજેલી તાલુકાના બચકરીયા ગામે પતિએ પૈસાની બાબતે તેની બીજી પત્નીનું ગળુ દબાવી હત્યાં કર્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ..

Editor Dahod Live
2 Min Read

  કપિલ સાધુ :- સંજેલી

સંજેલી તાલુકાના બચકરીયા ગામે પતિએ પૈસાની બાબતે તેની બીજી પત્નીનું ગળુ દબાવી હત્યાં કર્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ..

મરણ જનાર મહિલાના પુત્રે તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી:પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો..

સંજેલી તા.11

સંજેલી તાલુકાના બચકરીયા ગામે એક ઈસમે તેની પત્ની જોડે પૈસા બાબતે ઝગડો કરી ગળુ દબાવી હત્યાં કરયા બાદ હત્યાંને આત્મહત્યાંમા ખપાવવાનો પ્રયાસ કર્યા બાદ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જોકે આ સબંધે મરણ જનાર મહિલાના પુત્રએ તેના પિતા વિરુદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે સમગ્ર પ્રકરણમાં હત્યાંનો ગુનો નોંધાયાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકાના બચકરીયા ગામના ડામોર ફળિયાના રહેવાસી લાલા ભાઈ ઉર્ફે લાલ સીંગ કાળુભાઇ ભુરીયાએ તેની બીજી પત્ની ઉર્મિલાબેન જોડે ગત તારીખ 08/02/2022 ના રોજ પૈસા બાબતે ઝગડો કરી ઉશકેરાઈ જતા તેની પત્ની ઉર્મિલાબેન ને મકાનના ઓરડામાં લઈ જઈને માર મારી ગળુ દબાવી હત્યાં કરી દીધી હતી ત્યારબાદ લાલસીંગ ભાઈએ હત્યાંના બનાવને આત્મહત્યાનામાં ખપાવવા માટે ઉર્મિલાબેનની લાશને દોરડા વડે ઘરની વાળીમાં લટકાવી આ સબંધે કોઈને કશું કહેશો તો ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી જોકે ઉપરોક્ત બનાવ સંદર્ભે મરણ જનાર ઉર્મિલાબેનના પુત્ર રોહિત ઉર્ફે પિન્ટુ ભાઈ ભુરીયાએ તેના પિતા લાલા ભાઈ ઉર્ફે લાલસીંગ ભાઈ ભુરીયા વિરુદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે લાલ ભાઈ વિરુદ્ધ હત્યાંનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share This Article