દાહોદમાં મ્યુલ હંટ સાયબર ફ્રોડનો પર્દાફાશ,5 લોકો સામે નામજોગ ગુના નોંધાયા.!
દાહોદના ત્રણ યુવકો તેમજ ઝાલોદના બે યુવકો સામે ગુનો દાખલ..
ફરીદાબાદના યુવકના પૈસા લખનૌની ફર્મમાં ટ્રાન્સફર થયા બાદ દાહોદના યુવકોના ખાતામાં આવ્યા.
કમિશનની લાલચમાં દાહોદના યુવકોના બેંક ખાતાઓ ભાડેથી હાયર કર્યા, સાયબર ની રકમ હવાલા મારફતે સગેવગે
દાહોદ તા.15
રાજ્યભરમાં ચાલી રહેલી “મ્યુલ હંટ” સાયબર ફ્રોડ વિરોધી મુહીમ ચાલી રહી છે જે અંતર્ગત રાજ્યભરના વિવિધ શહેરોમાંથી સંખ્યાબંધ લોકો સામે ગુનાઓ નોંધાઈ રહ્યા છે.દરમિયાન દાહોદ જિલ્લામાંથી આ પ્રકારના ગંભીર સાયબર ગુનાનો ખુલાસો સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર,રેલ્વે પોલીસ તેમજ સાયબર ક્રાઇમ દાહોદની ટીમ તપાસમાં સામે આવ્યું છે.જેમાં દાહોદના ત્રણ વ્યક્તિઓએ સાયબર ફ્રોડના 7:30 લાખ અને 22 હજાર ઉપરાંતની રકમ મેળવી ગુનો આચર્યો છે. તેવી જ રીતે ઝાલોદના બે વ્યક્તિઓએ પણ આ જ પ્રકારે ગુનો આચરી સાયબર ફફોડના પૈસા સગેવગે કરી કરી નાખ્યા છે સાથે જ સાયબર ક્રાઇમ આચારનારા ગિરોહને મદદ કરી દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર તાકાતોને બળ પૂરું પાડ્યું છે. હવે ઉપરોક્ત દાહોદના પાંચ વ્યક્તિઓ સામે મ્યુલ હંટ” સાયબર ફ્રોડના ગુના રજીસ્ટર થવા પામ્યા છે. ઉપરોક્ત ઈસમોએ પોતાના બેંક અકાઉન્ટ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રકમની હેરફેર કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આજના આધુનિક યુગમાં ડિજિટલ ક્રાંતિની સાથે ટેકનોલોજી નો વ્યાપ વધ્યો છે ત્યારે આ ટેકનોલોજીના વ્યાપની સાથે અલગ અલગ પ્રકારના સાઈબર ક્રાઇમ પણ સામે આવી રહ્યા છે. દેશભરમાંથી મોટા પ્રમાણમાં મ્યુલ હંટના નામે સાઇબર ક્રાઇમના ગુનાઓ દાખલ થયા છે જે અંતર્ગત સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ડોલર અને ક્રિપ્ટો કરન્સી માં કન્વર્ટ થઈ, તેમજ હવાલા મારફતે વિદેશોમાં પહોંચી ગયા છે. જે બાબતે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર , ગુજરાત રેલ્વે પોલીસ, ગંભીરતા દાખવી રાજ્યભરમાંથી 370 જેટલા લોકો સામે ગુના દાખલ કર્યા છે. આ તપાસોમાં દાહોદ સાયબર પોલીસ જોડાતા તપાસ દરમિયાન icici બેંકમાં ખાતાધાર દ્વારા સાયબર ફ્રોડની રકમ કરી હતી જેમાં દાહોદ જિલ્લામાંથી સાવરીયા ઓટો પાર્ટ્સ રાછરડાના પ્રોપરાઈટર, ભાવેશ વનરાજસિંહ રાછરડા, તેમજ તેજસ ગિરીશભાઈ બામણ દ્વારા અલગ અલગ ટ્રાન્જેક્શન મારફતે 7.50 લાખ તેમજ 22,800 જેટલા સાયબર ફ્રોડની રકમ સગેવગે કરી છે. તેવી જ રીતે ઝાલોદના યુવકોએ પણ સાયબર ફ્રોડના 45000 રૂપિયા બેંક એકાઉન્ટમાંથી કાઢ્યા બાદ અંગત સ્વાર્થ માટે વાપરી લીધા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ઉપરોક્ત બંને ભાઈઓ સામે પણ ઝાલોદ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
દાહોદના યુવકોએ લખનઉની ફર્મ પાસેથી સાયબર ફ્રોડના પૈસા મેળવ્યા હતા.
દાહોદ ખાતેના રાછરડા ગામના પ્રોપરાઇટર તેમજ અન્ય બે ઇસમોને સાયબર ફ્રોડ ના પૈસા કેવી રીતે મળ્યા તે અંગેની તપાસમાં બહાર આવ્યું હતું કે દિલ્હી ફરીદાબાદના રંજન કુમાર શશી નામક એક વેપારીને શેર શેર માર્કેટમાં પ્રોફિટ કરાવવા માટેની લાલચ આપી સાયબર ફ્રોડ કરનારા ઈસમોએ 8 કરોડ ઉપરાંતની રકમ શેરવી લીધી હતી. જે પૈકીના અમુક પૈસા ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેની સામિયા એન્ટરપ્રાઇઝસ કંપનીમાં ગયા હતા અને ત્યાંથી આ પૈસા પૈકીના પ્રથમ અઢી લાખ અને ત્યારબાદ 4 લાખ રૂપિયા દાહોદના ત્રણ યુવકો પૈકી icici bank, પંચમહાલ ડિસ્ટ્રીક બેંક, ના ત્રણેય ખાતેદારોના ખાતામાં આવ્યા હતા. આ ઉપરાંત એક લાખ રૂપિયા ગ્રામીણ બેંકમાં પણ આજ ફર્મ પાસેથી આવ્યા હતા. આમ કુલ સાડા સાત લાખ રૂપિયા જે સાયબર ફ્રોડના હતા. આ ત્રણેય ખાતે ધારકોએ અમુક ટકાવારી લઈને આ તમામ પૈસા વીડ્રો કર્યા બાદ અમુક રકમ અંગત સ્વાર્થ ખાતર વાપરી લીધા હતા જ્યારે અમુક પૈસા હવાલા મારફતે અન્ય જગ્યાએ મોકલી દીધા હોવાનું સામે આવ્યું છે.
મ્યુલ હંટ સાયબર ફ્રોડ શું છે. કેવી રીતે બેંક ખાતા ના ઉપયોગ થાય છે.!
સાયબર ક્રાઇમ આચરનાર ગેંગ એક ચેન બની સમગ્ર સિસ્ટમને ચલાવે છે. આ ચેનમાં ખાસ કરીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, ટીનેજ બાળકોને 5000,10000 રૂપિયા કમિશનની લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટ ભાડે રાખવામાં આવે છે. અને સાયબર ક્રાઇમમાં આવતી રકમ ઉપરોક્ત ભાડે રાખેલા બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ત્યારબાદ ખાતેધારકને અમુક રકમ આપીને બાકીના પૈસા હવાલા મારફતે કે અન્ય મારફતે પરત લઈ લેવામાં આવે છે. આ સમગ્ર રેકેટમાં કેટલાક બેન્ક કર્મચારીઓની પણ સંડાઓની સામે આવી રહી છે. જેમાં મુખ્યત્વે બેંક ખાતુ ખોલતા દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે નિષ્કાળજી રાખવામાં આવે છે. પરિણામ સ્વરૂપ આ સમગ્ર ચેનમાં લિપ્ત થયેલા અને ટૂંકા કમિશનની લાલચમાં આવેલા બેંક ખાતે ધારકો સાયબર ક્રાઈમ આચરનાર ગેંગના શિકાર થઈ જાય છે.