રાજેશ વસાવે :- દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા તીઘરા ગામે બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી.
નવસારી તા. ૧૭
મહાન જનનાયક અને ક્રાંતિસૂર્ય બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.સમસ્ત આદિવાસી સમાજના વલસાડના તીઘરા ગામના આગેવાનો મુકેશ પટેલ,છના પટેલ,જનક પટેલ,સવિતા પટેલ,પ્રવીણ પટેલ,ઉમેશ પટેલ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વિસ્તારના આગેવાનો વકીલ કેયુર પટેલ,બામસેફ રાષ્ટ્રીય અધ્યક્ષ આર આર પટેલ,હંસાબેન પટેલ,મયુર પટેલ,શૈલેષ પટેલ,મિન્ટેશ પટેલ,ઉમેશ વાડ,રાકેશ ઘેજ,હિરેન પિઠા,સાર્ગેશ પીઠા,જીતેન્દ્ર આછવણી,જીજ્ઞેશ પટેલ સહિત ખુબ મોટી સંખ્યામાં પધાર્યા હતાં અને તમામે ખુબ મોટી જનમેદનીને સંબોધતા બિરસા મુંડાજીના દેશ અને સમાજ માટે આપેલ બલિદાનને યાદ કરી શ્રદ્ધાજલી અર્પી હતી.આ પ્રસંગના મુખ્ય મહેમાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બિરસા મુંડાજીની મૂર્તિના અનાવરણ માટે મધ્ય પ્રદેશ ગયેલા હોવાથી સમયસર કાર્યક્રમમાં પહોંચી નહીં શકતા યુવાનોએ દુઃખની લાગણીઓ વ્યક્ત કરી હતી જે બદલ અમે ખેદ વ્યક્ત કર્યે છીએ પરંતુ વલસાડનું ક્રાંતિકારી ગામ તીઘરા અને એના આગેવાનો આવનાર સમયમાં બિરસા મુંડાજીના બતાવેલ માર્ગે ચાલી અન્ય વિસ્તારના યુવાનોમાં દેશની એકતા,અખંડિતતા અને સૌહાર્દ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવશે એવું મારુ સ્પષ્ટપણે માનવું છે.