દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સામાન્ય ગ્રામપંચાયત દફતર તપાસણી કરી સાથે ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી
દાહોદ તા. ૮
જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે આકસ્મિક મુલાકાત કરી ગ્રામપંચાયત કચેરીમાં સામાન્ય દફતર તપાસણી કરી સાથે ટાઢા ગોળા ગ્રામપંચાયત ખાતે આવેલા ગ્રામજનો સાથે સંવાદ કરી કામના વિકાસ લક્ષી બાબતે તેઓના પ્રતિભાવ જાણ્યા હતાં

ટાઢાગોળા ગ્રામપંચાયત કચેરીના તમામ સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું

આકસ્મિક મુલાકાત ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટીયા, મામલતદારશ્રી એસ એમ પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, નાયબ મામલતદાર શ્રી ચિરાગ અમલીયાર, રેવન્યુ તલાટી શ્રી પી એ મકવાણા, ટાઢાગોળા તલાટી કમ મંત્રી શ્રીમતી જયાબેન ડામોર, તાલુકા પંચાયતનાં સર્કલ ઓફીસર શ્રી યોગેશ સંગાડા, ટાઢા ગોળા ગામનાં આગેવાનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.