દાહોદ તાલુકાના ધામરડા ગામે ઢોર ચરાવનાર વ્યક્તિ પર હુમલો,ધીંગાણામાં 8 ઇજાગ્રસ્ત
દિવાળીના દિવસે બનેલી ઘટનામાં અજાણ્યા હુમલાખોરોના ટોળા અને ગ્રામજનો વચ્ચે તંગદિલી
મહિલાઓ, બાળકો સહિત 8 લોકો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા,
પોલીસ તપાસમાં લાગી.
દાહોદ તા.21
દાહોદ તાલુકાના ધામરડા ગામે દિવાળીના દિવસે ખેતરમાં ઢોર કરાવી રહેલા વ્યક્તિને અજાણ્યા ઇસમો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન ઢોર ચરાવનાર વ્યક્તિના બચાવામાં આવેલા આસપાસના ગ્રામજનો તેમજ પાછળથી આવી ગયેલા અન્ય 10 થી 15 જેટલા હુમલાખોરો વચ્ચે ધીંગાણું સર્જાતા આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
દાહોદ તાલુકાના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલા વ્યક્તિ ઉપર અજાણ્યા વ્યક્તિએ હુમલો કરતા આ દરમિયાન આસપાસના ગામના લોકો ઉપરોક્ત ઢોર ચલાવનાર વ્યક્તિને બચાવવા પડતા સામેથી 10 થી 15 લોકોનું ટોળું આવી જતા બે પક્ષો વચ્ચે થયેલા ધીંગાણામાં આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં મહિલાઓ પુરુષોને બાળકોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઘટના સંબંધિત જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા દાહોદ ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસનો દોર લંબાવ્યો છે અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે ઢોર ચરાવનાર વ્યક્તિ ઉપર કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો. તે હજી સામે આવ્યું નથી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટના સંબંધી પોલીસ મતકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી નથી.