
બાબુ સોલંકી:- સુખસર
*દાહોદ જિલ્લામાં નવીન રચાયેલા સુખસર તાલુકાના શિક્ષણ મંત્રી હસ્તે શુભારંભ કરાયો*
*સ્વર્ગસ્થ ભુરાભાઈ કટારા નું સપનું સહકાર થયું: સાંસદ,જશવંતસિંહ ભાભોર*
*ભીલીસ્તાન રાજ્યની માંગણીને પાયા વિહોણી,આપણો વિસ્તાર ભીલ પ્રદેશ જ છે:કુબેર ડીંડોર,શિક્ષણ મંત્રી*
સુખસર,તા.7
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું વિભાજન કરી સુખસરને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે.ત્યારે ગતરોજ સુખસર તાલુકાના શુભારંભ ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર કુબેર ડીંડોર હસ્તે કરવામાં આવ્યું હતું.સુખસર તાલુકો કાર્યરત થતા સુખસરના આજુબાજુના ગામડાઓના લોકોને સરળતાથી તમામ સેવાઓનો લાભ મળશે.
સુખસર તાલુકાના શુભારંભ પ્રસંગે દાહોદ જિલ્લા સંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આ તાલુકાની માંગણી છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવી છે. સ્વર્ગસ્થ ભુરાભાઈ કટારાનું સપનું આજે સાકાર થયું છે.ભુરાભાઈ કટારાએ સુખસરને તાલુકો બનાવવા માટેનું સપનું જોયું હતું.આ સપનું તેમના પુત્ર રમેશભાઈ કટારા દ્વારા પૂર્ણ કરતા તેમનું સપનું સહકાર થયું છે. સુખસર તાલુકો બનતા વિકાસના કામો ઝડપી થશે તેમ જ આજુબાજુના લોકોને બહારથી 15 કિલોમીટર સુધીનો રાઉન્ડ ધક્કો ખાવો પડશે નહીં. સરળતાથી સરકારના લાભો લોકો સુધી પહોંચે તે નેમ સાથે આ તાલુકાની રચના કરવામાં આવી છે.આ તાલુકો આજથી જ કાર્યરત થયો છે.
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે.સંતરામપુર તાલુકામાંથી ફતેપુરા તાલુકો,કડાણા તાલુકો વિભાજન કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આજે ફતેપુરા તાલુકાનું વિભાજન કરી સુખસરને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે.સાથે-સાથે ઝાલોદ તાલુકામાંથી લીમડી તાલુકો બનાવવામાં આવ્યો છે.સંતરામપુર તાલુકામાંથી ગોધર તાલુકો બનાવવામાં આવેલ છે,આમ એક લોકસભા માંથી આજે ત્રણ તાલુકા નવા બન્યા છે.ત્યારે આ ત્રણે તાલુકાનું શુભારંભ કરવા જઈ રહ્યા છે.સુખસર તાલુકો બનતા સરકારના વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે તેમ જ સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકોને હાકલ કરી હતી.તદઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ભિલિસ્તાન રાજ્યની માંગણી પાયા વિહોણી માંગણી છે.તાલુકામાંથી તાલુકો અલગ થાય,જિલ્લામાંથી જિલ્લો અલગ થાય,ગ્રામ પંચાયતમાંથી ગ્રામ પંચાયત અલગ બને પરંતુ પાંચ રાજ્યમાંથી એક રાજ્ય અલગ બની જ ન શકે. આવી પાયા વિહોણી માંગણી કરતા લોકોને ઓળખીલો.આવા લોકો સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમના રોટલા શેકવા માટે આવી પાયા વિહોણી વાત કરી રહ્યા છે.ગ્રામ પંચાયતનો સરપંચ કોણ છે?તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે? આપણો ધારાસભ્ય કોણ છે ,? આપણા સંસદ સભ્ય કોણ છે? કોઈ બાપુ,વાણિયો, પટેલ તો નથી અને હું પોતે આ વિસ્તારનો આદિવાસી ધારાસભ્ય છું.આ વિસ્તારનો મંત્રી છું.અને હું પણ એક ભીલ છું.આપણે આ બધા ભીલ પ્રદેશમાં જ રહીએ છીએ.પછી બીજું શું જોઈએ છે?સરકારી દરેક યોજનાઓ,દરેક લાભો આપણને આ સરકાર ઘર આંગણે આપી રહી છે.તો ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર નવીન તાલુકો બનાવવાની નેમ નાખનાર તમામ નામી,અનામી લોકોને યાદ કર્યા હતા.આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર,સાંસદ જશવંત ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા,જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર,ભાજપા જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારીયા,તાલુકા પ્રમુખ ફતેપુરા ,દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે,પ્રાંત અધિકારી ઝાલોદ તેમજ સુખસર તાલુકાના અને ફતેપુરા તાલુકાના આજુબાજુના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.