
રાહુલ ગારી :- ગરબાડા
*ગરબાડામાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનું ચેકિંગ શરૂ:* મિઠાઈ, ફરસાણ, પ્રોડક્ટ્સના સેમ્પલ ચેક કરાતા વેપારીઓમાં ફફડાટ.
દાહોદ તા. ૭
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ગરબાડા તેમજ ગાંગરડીમાં ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યસામગ્રી પૂરી પાડવાનો છે. ફૂડ વિભાગની ટીમે ગરબાડા/ગાંગરડીના વિવિધ વિસ્તારોમાં આવેલી જાણીતી મિઠાઈની દુકાનો અને ફરસાણ બનાવટના યુનિટોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માવા તથા અન્ય દૂધજન્ય વસ્તુઓના સેમ્પલ્સ એકત્ર કરવામાં આવ્યા હતા. તહેવારની સિઝનમાં માવા, પનીર, ઘી, તેલ, રંગીન મિઠાઈ, નમકીન અને ચટણી જેવી વસ્તુઓમાં ભેળસેળનું જોખમ વધી જાય છે.
નફાખોરીના લોભમાં કેટલાક વેપારીઓ નબળી ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કરતા હોય છે, જે ગ્રાહકોના આરોગ્યને ગંભીર જોખમ પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે ગરબાડા તેમજ ગાંગરડી માં ફ્રૂટ સેફ્ટી વિભાગ દ્વારા 10 જેટલી મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાવી છે.
તેમજ પાણીપુરીની ચાર જેટલી દુકાનોની પણ તપાસણી હાથ ધરાઈ છે અને અન્ય દુકાન પરથી એક્સપાયરી ડેટ વાળી કોલ્ડિંગ નો પણ નાશ કરવામાં આવ્યો છે,