
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ભાભોર ફળીયા ખાતે HIV/AIDS વિષયક જનજાગૃતિ માટે ફોક શૉનું આયોજન
દાહોદ તા. ૭
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ દાહોદ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ટીબી એચ. આઈ.વી ઓફિસર શ્રી (DTHO) ની સુચનામાં, HIV/AIDS વિશે જાગૃતિ ફેલાવવા માટે ગરબાડા ભાભોર ફળીયા ખાતે આજ રોજ એક ફોક શૉનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં આદિવાસી કલાકાર વિકાસ મંડળની ટીમ દ્વારા લોકકળાની અંદર રજૂઆત દ્વારા HIV/AIDSના સંક્રમણ, લક્ષણો, બચાવ અને સારવાર વિષે જનતાને માહિતગાર કરવામાં આવ્યા. આશરે ૪૦ થી વધુ લોકોએ આ ફોક શૉમાં હાજરી આપી.
કાર્યક્રમમાં ICTC કાઉન્સેલર શ્રી અમરસિંહ અમલીયારભાઈ,ગરબાડા ૧ અને ૬ ના MPHW તેજસભાઈ અને રવીરાજ તેમજ તે વિસ્તાર ના આશાવર્કર બહેન હાજર રહ્યા હતા..
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનો મુખ્ય હેતુ એ છે કે લોકો HIV/AIDS અંગેની ભ્રાંતિઓથી મુક્ત થાય અને સમયસર ટેસ્ટિંગ તથા સારવાર તરફ પ્રેરિત થાય.