Wednesday, 15/10/2025
Dark Mode

દેવગઢ બારીયાની સાગટાળા પોલીસે પાંચીયાસાળ ગામે એક મોટર સાયકલ પરથી ૨.૫૩ લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપી પાડ્યો

October 5, 2025
        2708
દેવગઢ બારીયાની સાગટાળા પોલીસે પાંચીયાસાળ ગામે એક મોટર સાયકલ પરથી ૨.૫૩ લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દેવગઢ બારીયાની સાગટાળા પોલીસે પાંચીયાસાળ ગામે એક મોટર સાયકલ પરથી ૨.૫૩ લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના પાંચીયાસાળ ગામેથી પોલીસે એક મોટરસાયકલથી હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૨,૫૩,૨૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે મોટરસાયકલ ની કિંમત મળી કુલ રૂપિયા ૨,૭૩,૨૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

 

દેવગઢ બારીયા ના સાગટાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી.પરમાર તથા તેમની ટીમને મળે. બાકીના આધારે ગતરોજ પેટ્રોલીંગમાં રહી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચનાઓ કરી સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મીઠીબોર ગામનો દલપતભાઇ લક્ષ્મણભાઈ રાઠવાનાએ તેના કબજાની મોટરસાયકલ પર લઘડું બનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરાવી તેના કોઇ માણસને દેવગઢ બારીઆના કોઇ ગામમાં ડીલીવરી આપવા રવાના કરેલ હોવાની મળેલ માહીતી આધારે પાંચીયાસાળ ગામે વોચમાં હતા. દરમ્યાન ઉપરોક્ત ઇસમ તેના કબજાની મોટરસાયકલ પર વિદેશી દારૂની પેટઓ ભરી લઇ આવતા તે દુરથી પોલીસની વોચ જોઇ તેના કબજાની વિદેશી દારૂ ભરેલ મોટરસાયકલ સ્થળ પર મુકી નાશી જતા વિદેશી દારૂ જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ.૧૨૦૦ ની કુલ કિંમત રૂપિયા ૨,૫૩,૨૦૦નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિ.રૂ.૨૦,૦૦૦મળી કુલ કિ.રૂ.૨,૭૩,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીઓ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!