
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા વિધાનસભા નો સાંસદ ખેલ રમતોત્સવ યોજાયો.*
*રમશે દાહોદ જીતશે દાહોદ ના સૂત્ર સાથે સાંસદ ના હસ્તે ખાતે શુભારંભ કરાયો.*
સુખસર,તા.29
ફતેપુરા અને સંજેલી ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે વિવિધ રમતોત્સવનો શુભારંભ કરાયો હતો.આ ખેલ મોહોત્સવ બે દિવસ સુધી ચાલનાર છે.જિલ્લા પોલીસ વડા રવિરાજ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન ફતેપુરા વિધાનસભા વિસ્તાર ના સંજેલી અને ફતેપુરા ખાતે થી શુભારંભ કરાયો હતો.જેમાં અગાઉ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ત્યારે રજીસ્ટ્રેશન થયેલા ખેલાડીઓ દ્વારા ખેલ મહોત્સવમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો.ધારાસભ્ય રમેશભાઈ કટારાએ સાંસદ જસવંતસિંહ ભાભોર અને જિલ્લા પોલીસ વડા રવિરાજ જાડેજાનું સ્વાગત કર્યું હતું. અને પ્રાસંગિક પ્રવચન માં
જણાવ્યું હતું કે,દેશમાં યુવાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે.જેના ભાગરૂપે સાંસદ જસવંતસિંહ ભાભોરના માર્ગદર્શન સાથે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે.જિલ્લા પોલીસ વડા રવિરાજ જાડેજા એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે,રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં,પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે.તેમણે ઉમેર્યું કે,આવા મહોત્સવો દ્વારા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે.જેનાથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકે છે.
મંત્રીએ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ્રને યાદ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને પોતાના ઘર આંગણે જ પ્રતિભા બતાવવા માટે પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે.આ સ્પર્ધા દ્વારા યુવાનોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યો, સરપંચો,કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
. આમ ફતેપુરા અને સંજેલી ખાતે બે દિવસના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે.