
દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા મુકામે પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો..
દાહોદ તા. ૨૮
દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા મુકામે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સ્ટેશન ના વાર્ષિક ઇન્સ્પેક્શન અન્વયે યોજેલ લોકદરબાર કાર્યક્રમમાં લીમખેડા ડિવિઝન ઇન્ચાર્જ એસડીપીઓ ડી આર પટેલ , LIB પી આઈ દિપક ઢોલ તથા દેવગઢબારિયા પીઆઈ બી કે ચાવડા, સાગટાળા પોલીસ ઇન્સ્પેક્ટર જી બી પરમાર , રીડર પીએસઆઈ એન જી શેખ તથા સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ દેવગઢબારિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાન સહિત આશરે ૨૦૦ લોકો ઉપસ્થિત રહ્યા જેમાં હાલ માં ચાલી રહેલ ચોર ની અફવા તેમજ વિસ્તાર માં અમુક જગ્યા એ પથ્થર પડે છે એ બાબતે લોકો ની સમસ્યા ના નિવારણ અર્થે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનો આપવામાં આવ્યા અને કડક માં કડક અસરકારક કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ તેમજ કોઈ પણ ખોટી અફવા ફેલાવવી નહીં એ બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.રોડ પર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલમેટ પહેરીશું એ બાબતે બાંહેધરી ગામના આગેવાન તથા સરપંચ પાસે થી લેવામાં આવી હતી.