દાહોદ તાલુકાના સબરાળા ગામે લઘુમતી કોમના બે ઈસમોએ બે વ્યક્તિઓને માર માર્યો…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના સબરાળા ગામે લઘુમતી કોમના બે ઈસમોએ બે વ્યક્તિઓને માર માર્યો…

દાહોદ તા.31

દાહોદ તાલુકાના સબરાળા ગામે લઘુમતી કોમના બે વ્યક્તિઓએ બે વ્યક્તિને તુ અહીંયા ચોરી કરવા આવ્યો છે.તેમ કહી લોખંડની પાઈપ વડે હુમલો કરી જાન થી મારી નાખવાની પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના સબરાળા ગામના રહીશ અનવર દલાલ મૂળ નાના ઘાંચીવાડા તેમજ શાહરુખ અનવર દલાલ મૂળ રહેવાસી બન્ને નાના ઘાંચીવાડાના બન્ને ભાઈઓએ એક વ્યક્તિને તૂ ચોરી કરવા આવ્યો છે તેમ કહી મારા મારતા હતા તે સમયે છોડાવા પાડેલા રળીયાતી ગામના હિતેશ ભાઈ ઈશ્વરભાઈ સરણીયાને રહીશ અનવર દલાળે ગાળો બોલી લોખડની પાઈપ તેના માથામાં મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ શાહરુખ અનવર દલાલ દ્રારા હિતેશ ભાઈને લાકડીઓના ફટકા મારી ટ ગેબી માર મારી ત્યાંથી ભાગી ગયા હતા.

ઉપરોક્ત બનાવ સંદર્ભે હિતેશ ભાઈ સરવાણી યા એ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Share This Article