Saturday, 12/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી અપાતા ગુન્હો દાખલ કરાયો* *મહિલા સરપંચના સસરા દ્વારા સુખસરના પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી*

July 10, 2025
        3082
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી અપાતા ગુન્હો દાખલ કરાયો*  *મહિલા સરપંચના સસરા દ્વારા સુખસરના પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી*

બાબુ સોલંકી :- સુખસરફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી અપાતા ગુન્હો દાખલ કરાયો* *મહિલા સરપંચના સસરા દ્વારા સુખસરના પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી*

*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી અપાતા ગુન્હો દાખલ કરાયો*

*મહિલા સરપંચના સસરા દ્વારા સુખસરના પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી*

*મહિલા સરપંચના સસરા દ્વારા સાબિતી વિનાના સમાચાર છપાવવા દબાણ કરી જાહેરમાં ધમકી અપાઈ હતી*

*પત્રકાર દ્વારા સમય સૂચકતા વાપરી અકસ્માત ટાળી,મહિલા સરપંચના સસરા દ્વારા કરવામાં આવેલ વાણી વિલાસનો વિડીયો ઉતારી લીધો હતો*

*પત્રકારને ધમકી અપાતા ફતેપુરા તાલુકા પત્રકાર સંઘના સભ્યો દ્વારા મામલતદાર તથા ટી.ડી.ઓને આવેદનપત્ર અપાયા હતા*

સુખસર,તા.10

 

 ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં કેટલાક લોકો દાદાગીરી કરી દાદા બનવાની કોશિશ કરી રહ્યા છે. અને તેવા લોકો સામાન્ય પ્રજાને કોઈક ને કોઈક પ્રકારે નડતરરૂપ થઈ રહ્યા છે. અને પોતાની લુખ્ખી દાદાગીરીથી પ્રજાને ડરાવી ધમકાવી 

પોતાની માયાજાળ બિછાવી પોતાના 

કરતુતો દબાવવાની કોશિશ કરતા હોવાના કિસ્સા પણ બને છે.પરંતુ દાદા બનવાના અભરખા જોતા લોકોને કોઈક માથાભારે વ્યક્તિનો પનારો પડે ત્યારે પસ્તાવાનો વારો આવતો હોય છે.તેવોજ બનાવ સુખસરના એક પત્રકારને સાબિતી વિનાના સમાચારો નહીં છપાતા મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

         પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રહેતા પીઢ પત્રકાર બાબુભાઈ સોલંકી સુખસર ખાતે બેન્ક ઓફ બરોડા શાખાની સામે કાર્યાલય ધરાવે છે.જેઓ ગત 28 જૂન 2025 ના રોજ સુખસર ખાતે આવેલ પોતાની કાર્યાલયથી બેંક ઓફ બરોડા પાસેથી પગે ચાલી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચ સરલાબેન વળવાઈના સસરા ચેતન ઉર્ફે રમણ બીજીયાભાઈ વળવાઈ નાઓ આ પત્રકારની પાછળથી પોતાના કબજાની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી પત્રકારને અકસ્માત કરવાની કોશિશ કરતા સમય સૂચકતા વાપરી પત્રકાર રસ્તાની સાઈડમાં ખસી ગયા હતા.ત્યારબાદ મહિલા સરપંચના સસરા ચેતન વળવાઈએ પોતાના કબજાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા તે મોટરસાયકલ સાથે સુખસર સરકારી દવાખાનાના ગેટ પાસે જતા સ્લીપ ખાઈ ગયો હતો.જેને કોઈ બે વ્યક્તિઓએ આવી ઉભો કર્યો હતો.

             જ્યારે પત્રકાર બાબુભાઈ સોલંકી નજીકમાં આવેલ ચાની કીટલી ઉપર ગયેલ.ત્યારે આ ચેતન વળવાઈ ચાની કીટલી ઉપર આવ્યો હતો.અને પત્રકારને ધમકી આપી જણાવતો હતો કે,આફવા ગ્રામ પંચાયત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી તેનું પેપર માં આપ્યું હતું.જ્યારે આ દરખાસ્ત રદ થઈ તેનું પેપરમાં કેમ ન આવ્યું?તેમ જણાવી ઈશારો કરી જણાવતો હતો કે,આને તો હું પતાવી નાખીશ.ત્યારે પત્રકારે જણાવેલ કે, તમારા ગામનો પ્રશ્ન છે,મારે કોઈ લેવાદેવા નથી.અને મને સાબિતી આપો તો હું સમાચારો આપી દઈશ તેમ જણાવતા ચેતન વળવાઈએ જણાવેલ કે,અમો સરપંચ બાયલા છીએ?ચીરી નાખીશ,ઉભો રાખીને ચીરી નાખીશ. મારે એક બે ને ત્રણ મારી,મારે કોઈ લેવાદેવા નથી,બાકી ચીરી નાખીશ. તમારે જેને બોલાવવો હોય તેને બોલાવી લો,હું કાલથી ફરું છું.તેવી ગર્ભિત ધમકી આપેલ તેમ છતાં પત્રકારે સંયમ રાખી તેને એક પણ શબ્દ કીધા વિના પોતાની ઓફિસે જતા રહેલ.જોકે આ મહિલા સરપંચના સસરાએ જે કંઈ વાણી વિલાસ કર્યો તે પત્રકારે સમય સૂચકતા વાપરી વિડીયો ઉતારી લીધો હતો.અને તે બાબતે ફતેપુરા તાલુકાના તમામ પત્રકારોએ મળી મામલતદાર ફતેપુરા તથા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

          ઉપરોક્ત બાબતે પત્રકાર બાબુભાઈ ભુરાભાઈ સોલંકીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં આરોપી ચેતન ઉર્ફે રમણ બિજયાભાઈ વળવાઈની વિરૂદ્ધમાં બી.એન.એસ. ની કલમ-281,296( ખ ),351(2)( 3) તથા 352 મુજબ ગુનો દાખલ કરી ચેતન ઉર્ફે રમણ વળવાઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!