દાહોદના ચાકલીયા ચોકડી નજીક વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનના ખોદકામ દરમિયાન ગેસ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામના દ્રશ્યો સર્જાયા…

Editor Dahod Live
1 Min Read

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ ચાકલીયા ચોકડી ઉપર ગુજરાત ગેસ લાઇનની પાઈપ લાઈનમાં થયુ લીકેજ 

વરસાદી પાણીના નિકાલની કામગીરી કરતા સમયે અચાનક ગેસ લાઇન થઈ લીકેજ 

ગેસ લીકેજની જાણ થયા બાદ ગેસ કંપનીના કર્મચારીઓ અને પાલીકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી લીકેજ ને રીપેર કરવાની સત્વરે કામગીરી હાથ ધરાઈ 

દાહોદ તા.15

ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇનનું સમારકામ દરમિયાનની તસવીરો

દાહોદ શહેરના ચાકલીયારોડ પર વરસાદી પાણીના નિકાલની કામગીરી કરતા સમયે ગુજરાત ગેસની લાઈનમાં અકસ્માતે લીકેજ થઇ જતા પામ્યું હતું. ત્યારે ગેસ અત્યંત જ્વલનશીલ પદાર્થ માં આવતો હોવાથી આ મામલે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરતા ગુજરાત ગેસ ના કર્મચારીઓ તાબડતોડ ચાકલીયા રોડ ખાતે દોડી આવ્યા હતા. અને યુધ્ધના ધોરણે ગેસ લાઈનના સમારકામમાં જોતરાઈ ગયા હતા.

 

વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદના ગોદિરોડ તેમજ ચાકલિયા ચોકડી નજીક ગલાલીયાવાડ જતા માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું.તે દરમિયાન મશીન દવારા ખાડાના ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં અથડાતા ગેસ લીકેજ થવા પામ્યું હતું. ગેસ લિકેજ થતા આસપાસ લોકોમાં નાસભાગ પણ થવા પામી હતી.જેની જાણ ગુજરાત ગેસ વિભાગના અધિકારીઓને કરાતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવીને યુદ્ધના ધોરણે મુખ્ય લાઇનમાથી વાલ્વ બંધ કરી પાઇપલાઇનમાં થયેલ ભંગાણના સમારકામ હાથ ધરાયુ હતું.

Share This Article