
બાબુ સોલંકી:- સુખસર
*દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા બીજો તેજસ્વી તારલા ઓનું સન્માનનો કાર્યક્રમ યોજાયો*
*સાંસદ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિકાસ માટે પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી*
ધોરણ 10 થી લઈ કોલેજ સુધીના 152 જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરાયું*
સુખસર,તા.30
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા સતત બીજા વર્ષે વિદ્યાર્થી સન્માન ડો.બાબા સાહેબ આંબેડકર શતાબ્દી પૂર્વે આપેલ સૂત્ર” શિક્ષિત બનો,સંઘર્ષ કરો અને સંગઠિત થાવ”ની સાર્થક અમલવારી કરવાના ઉદ્દેશથી આયોજિત સમારોહમાં દાહોદ જિલ્લાના 9 તાલુકાના વિસ્તારમાં વસતા ધોરણ 10 થી કોલેજ કક્ષાની પરીક્ષા પાસ કરનાર તથા રમત અને ઉત્તર શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવેલ 152 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ વર્ષ 2024 -25 માં નિવૃત્ત થયેલ કર્મચારી,બઢતી,નિમણૂક મેળવેલ કર્મચારીઓ અને ચાલુ વર્ષમાં જેને નોટરીનો પરવાનો મળ્યો છે તેવા વકીલ,ચાલુ વર્ષે તાલુકા સભ્ય તરીકે ચૂંટાયેલ સભ્યનો અભિવાદનનો કાર્યક્રમ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન પદે ગોધરાના મામલતદાર મનોજ મિશ્રા અને દાહોદ ના R.C.H.O. ડો. અશોક ડાભી,તથા વિનોદભાઈ રાજગોર તેમજ દાહોદના કાઉન્સિલર ચંદ્રકાંતાબેન ધાનકા, મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા અને મંત્રી કિરણસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ પ્રણામી જમણવાડી પંકજ સોસાયટી દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો.
સ્વાગત પ્રવચન અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા એ કર્યું હતું,તેમણે મંડળની પ્રવૃત્તિઓની સમજ આપી હતી.
આજે ધોરણ 10 ના 89 ધોરણ 12 ના 50 અને કોલેજના 23 મળી કુલ 152 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.જેમાં ધોરણ 10 માં પ્રથમ ગુજરાત બોર્ડથી ખાંગુડા તન્વીબેન વિજયકુમાર ફતેપુરા, 93.83 ટકા સાથે તથા CBSE બોર્ડમાં નવાગામના જાટવા ભાર્ગવી નરેન્દ્ર ભાઈ 96.97 ટકા સાથે જિલ્લામાં પ્રથમ રહ્યા હતા.જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં ચોસાલાની પ્રિયંકા બેન દિનેશભાઈ બામણીયા 82.57ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં CBSE દાહોદની શ્રુતિ જેંતીલાલ ચાવડા 89 ટકા સાથે પ્રથમ રહી તેઓનું સાંસદ સભ્ય ના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.નિવૃત્ત થતા કર્મચારી મકવાણા દિનેશ ભાઈ,ખાંગુડા દિપસિંગભાઈ,સોલંકી કાંતિભાઈ સોલંકી,વજેસિંહ ભાઈ,ભૂનાતર સાગરબેન સોલંકી,વલ્લભભાઈ સોલંકી અને સોલંકી રમેશભાઈનું તેમજ પ્રમોશન લીધેલ કપાસીયા પ્રજ્ઞેશકુમાર અને ચાવડા મેહુલકુમાર તથા ચાવડા ઉષાબેન નું તથા નવી નિમણૂક પામેલ પરમાર પારૂલબેન અને સોલંકી જયશ્રીબેન,એડવોકેટ નોટરી સોલંકી હિતેશભાઇ ,
તાલુકા સભ્ય ગદાઈ રમણભાઈ ને માન્ય સંસદ સભ્યશ્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ખૂબ ભણી આગળ વધી સમાજનું નામ રોશન કરે,ડો. બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગે આગળ વધો અને સમાજની સેવા કરો તથા કર્મચારીઓને સમાજ સેવા માટે સહયોગ,યોગદાન આપવા માટે જણાવ્યું હતું.
મામલતદાર મનોજ મિશ્રાએ વિદ્યાર્થીઓનું શીખ આપતા કહ્યુંકે, મારા જેવા અનેક મામલતદારો, કલેકટરશ્રીઓ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ બનશો તો મને આનંદ થશે તેવું કહ્યું હતું.આ પ્રસંગે સાંસદએ સ્વાગત ગીત રજુ કરનાર ડો. આંબેડકર આશ્રમશાળા ઉકરડીની બાળાઓને 1100/ રૂપિયા આપ્યા હતા.તેમજ સ્ટેજના વિવિધ મહાનુભવોએ પણ રોકડ રકમ આપીને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. દાહોદ જિલ્લામાંથી સમાજ કર્મશીલો એ પોતાની યથાશક્તિ મુજબ ખર્ચને પહોંચી વળવા માટે મદદ કરી હતી.જે કુલ 28000/ જેટલી હતી.
આ પ્રસંગે દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ સર્વશ્રી ઉપ-પ્રમુખ દેવચંદભાઈ પરમાર,બીજા ઉપપ્રમુખ વિજયભાઈ પીઠાયા, ભરતભાઈ શ્રીમાળી,મગનભાઈ જાટવા,લીમખેડાના બી.આર.સી કો. ઓર્ડીનેટર અને મંત્રી ઋષિભાઈ ચલાણીયા,મંડળના પ્રમુખ કિરણભાઈ બારીયા,દેવગઢ બારીયા થી મંડળના ખજાનચી કનુભાઈ મકવાણા, ગરબાડાથી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ ચાવડા,મંત્રી ભરતભાઈ કાંચિલા,ઉપપ્રમુખ અલ્કેશ ચાવડા, દાહોદના પ્રમુખ ચંદ્રકાંત ગાંધી,મંત્રી નરેશભાઈ ચાવડા,ગ્રામ્ય મંત્રી નરેશભાઈ મકવાણા,ફતેપુરાના પ્રમુખ શાંતિલાલ સિસોદિયા,મંત્રી સંત શ્રી મગનદાસ સાહેબ,ઝાલોદ ગ્રામ્યના પ્રમુખ અજયભાઈ કપાસિયા,લીમડી ના નિવૃત્ત પી.એસ.આઇ કનુભાઈ સોલંકી,સંજેલીના મહેશભાઈ રળોતી, તેમજ વાલીઓ,સમાજના આગેવાનો, કર્મચારીઓ,વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી કિરણસિંહ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ભોજન લઈ છુટા પડ્યા હતા.