Thursday, 18/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના ઢઢેલાની પ્રસુતાં મહિલાએ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકીઓને આપ્યો જન્મ…

January 21, 2022
        1696
લીમખેડા તાલુકાના ઢઢેલાની પ્રસુતાં મહિલાએ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકીઓને આપ્યો જન્મ…

લીમખેડા તાલુકાના ઢઢેલાની પ્રસુતાં મહિલાએ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકીઓને આપ્યો જન્મ…

પ્રસુતાં મહિલાના પારિજનોએ 108 સેવાના EMT તેમજ પાઇલોટની સરાહનીય કામગીરીને બિરદાવી:બન્ને જોડિયા બાળકીઓ તેમજ માતા સંપૂર્ણ સ્વસ્થ…

પ્રસુતિ બાદ માતા તેમજ બન્ને જોડિયા બાળકીઓને સારવારઅર્થે નજીકના દવાખાને ખસેડાઈ…

દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં કટોકટીના સમયમાં સંજીવની બની જરૂરિયાત મંદ લોકોની વ્હારે આવતી 108 ઇમર્જન્સી સેવા..

દાહોદ તા.21

લીમખેડા તાલુકાની ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી તે સમયે રસ્તામાં જ મહિલાને પ્રસવની પીડા ઉપડતાં 108  એમ્બયુલેશના EMT દ્વારા સફળ પ્રસુતિ કરાવતા મહિલાએ બે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. જોકે હાલ બન્ને બાળકો તેમજ મહિલા સુરક્ષિત હોવાથી તેઓને વધુ સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે મોકલી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. જયારે ગર્ભવતી મહિલાનની પ્રસુતિના સમયે વ્હારે આવેલા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીની સરાહનીય કામગીરી કરતા મહિલાના પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીની કામગીરીને બિરદાવી હતી..

આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ઇમરજન્સી 108 સેવા કટોકટીના સમયમાં લોકો માટે સંજીવની સામાન સાબિત થઇ ઉત્કૃષ્ટ કામગીરીના અનેક સોપાનો સર કરી રહી છે. ત્યારે આજરોજ લીમખેડા તાલુકાના ઢઢેલા પટેલ ફળીયાની ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનોએ 108 ઇમર્જન્સી સેવામાં ફોન કરતા કંબોઇ લોકેશન પર ફરજ બજાવતા 108 ના EMT વિનોદભાઈ પટેલ તેમજ પાઇલોટ જોનીભાઇ બિલવાલ એમ્બયુલેન્સ મારફતે મહિલાને દાહોદમાં હોસ્પીટલ ખાતે લઇ જવા નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં હોસ્પીટલ લઇ જતા પહેલા ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા એમ્બયુલેસમાં પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જે બાદ 108 ના EMT વિનોદભાઈ પટેલે કુનેહપૂર્વક સફળ પ્રસુતિ કરાવતા મહિલાએ જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો.જોકે પ્રસુતિ બાદ માતા તેમજ બન્ને જોડિયા બાળકીઓ સ્વસ્થ જણાતા 108 સેવાના કર્મચારીઓએ બન્ને બાળકીઓ તેમજ માતાને વધુ સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પીટલ ખાતે ખસેડી દીધી હતી.

આમ ગર્ભવતી મહિલાની પ્રસુતિના સમયે સંજીવની બનીને આવેલી ઈમરજન્સી ૧૦૮ સેવાએ સરાહનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!