odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

નવનિર્મિત રેલ કારખાનામાં 9000 hp નું હાઈ સ્પીડ એન્જિન આજે ખુલ્લો મુકાશે.. દાહોદના ફીલન ગન વિસ્તાર સહિત છ અલગ અલગ જગ્યાઓ સીલ કરાશે, પરેલના કોઈપણ માર્ગથી અંદર પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

નવનિર્મિત રેલ કારખાનામાં 9000 hp નું હાઈ સ્પીડ એન્જિન આજે ખુલ્લો મુકાશે..

દાહોદના ફીલન ગન વિસ્તાર સહિત છ અલગ અલગ જગ્યાઓ સીલ કરાશે, પરેલના કોઈપણ માર્ગથી અંદર પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો..

દાહોદ તા.25

 

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા અને તાજેતરમાં નિર્માણ પામેલા 9000 એચપીના લોકો મોટીવ રેલ કારખાનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાશે.સાથે દેશના સૌથી હાઈસ્પીડ એન્જિનને 

વડાપ્રધાનના હસ્તે દેશને સમર્પિત કરાશે. જેના પગલે એસપીજીના પ્રોટોકોલ મુજબ સમગ્ર ફ્રીલેન્ડગંજ વિસ્તારને કાર્યક્રમ દરમિયાન ચારે તરફથી કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સીટી વિસ્તારમાંથી ફ્રીલેન્ડ ગંજ તરફ જવાના તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે તંત્ર દ્વારા એક જાહેરનામુ પણ બહાર પડાયુ છે તેમાં ગોધરા રોડ જકાતનાકા (આઝાદ ચોક) થી પરેલ તરફના રસ્તા પર પ્રવેશ પ્રતિબંધિત જાહેર કરાયો છે. તેવી જ રીતે બાબજી કાર ડેકોર દુકાનની બાજુમાંથી સેંટ સ્ટીફન સ્કૂલ થઈ પરેલ તરફ જતા રસ્તા પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.ભરવાડ વાસની બાજુના રસ્તાથી પરેલ તરફ જતા રસ્તા પર પ્રવેશ પ્રતિબંધ સાથે ચાર થાંભલાથી અંદર નિલમ સોસાયટી ચાર રસ્તાથી પરેલ તરફ જતા રસ્તા પર પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી છે.ગોધરા રોડ કાલીકા માતા મંદિરની બાજુમાંથી પરેલ તરફ જતા રસ્તા પર પ્રવેશ પ્રતિબંધ સાથે ગોધરા રોડ સાંસીવાડની બાજુમાંથી દર્શના સોસાયટીથી પરેલ તરફ જતા રસ્તા પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જોકે ટ્રાફિકના સુચારૂ પાલન માટે વૈકલ્પિક માર્ગ તરીકે, ગોધરા રોડ, જનતા ચોક, ભગિની સમાજ, અને બિરસા મુંડા સર્કલનો ઉપયોગ કરી શકાશે આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓ,કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre