કાળીયા કુવા ગામે વાવાઝોડામાં વૃક્ષની ડાળ યુવકના માથા પર પડતાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

કાળીયા કુવા ગામે વાવાઝોડામાં વૃક્ષની ડાળ યુવકના માથા પર પડતાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

દાહોદ તા.23

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં તા.21 મેના રોજ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન કાળીયા કુવા ગામમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોટી મંગોઈ ગામના ગડોઈ ફળિયામાં રહેતા મેહુલભાઈ ઝાપટીયા ગામેથી ચાંદલા વિધિ પતાવીને પરત ફરી રહ્યા હતા. તે સમયે અચાનક એક વૃક્ષની ડાળ તેમના માથા પર પડી હતી. આ અકસ્માતમાં મેહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ આસપાસના લોકોએ તાત્કાલિક મેહુલભાઈને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટના અંગે પરેશભાઈ ગણપતભાઈ રાવળે સાગટાળા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે જાણવા જોગ નોંધ કરીને તપાસ શરૂ કરી છે. જોકે વાવાઝોડાને કારણે જિલ્લામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Share This Article