દાહોદમાં ભારત આદિવાસી પાર્ટી (BAP) ની મિટિંગ યોજાઈ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ચર્ચાયા..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ભારત આદિવાસી પાર્ટી (BAP) ની મિટિંગ યોજાઈ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ચર્ચાયા..

દાહોદ તા.18

દાહોદમાં ભારત આદિવાસી પાર્ટી(BAP) ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારત આદિવાસી પાર્ટી દાહોદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દાહોદ જીલ્લા BAP પ્રમુખ દીપસિંહભાઈ બારિયા મહીસાગર જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ(મોન્ટુભાઈ) ડામોર,પંચમહાલ જિલ્લા પ્રમુખ યશવંતસિંહ મહિડા,દાહોદ જિલ્લા મહામંત્રી જયેશભાઈ નિનામા ,મુકેશભાઈ ડામોર કોષાધ્યક્ષ તેમજ દાહોદ તાલુકા પ્રમુખ દિલીપભાઈ કતિજા, કડુભાઈ મેડા તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં ભારત આદિવાસી પાર્ટીના એજન્ડા,પાર્ટીના ઉદ્દેશ્યો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં દાહોદ જિલ્લામાં ચાલતી ગેરરીતિઓ,ભ્રષ્ટાચાર ને ડામવા માટે ભારત આદિવાસી પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. તેમ જણાવવામાં આવ્યું છે.હાલમાં ઉકળતો મુદ્દો ધાનપુર,દેવગઢ બારિયા મનરેગા કૌભાંડ પર ભારત આદિવાસી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિત અને અન્ય હોદ્દેદારો દ્વારા આ બાબતે તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.ધાનપુર,દેવગઢ બારિયા મનરેગા કૌભાંડ બાબતે સરકારના નાણાને બારોબાર ચાઉં કરી જવા બાબતે ચાલતી ગેરરીતિઓની તટસ્થ તપાસ થાય અને કૌભાંડીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત દાહોદ,પંચમહાલ,મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવા કૌભાંડોની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી તેમના પર સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.છે.આદિવાસી બાહુલ્ય ક્ષેત્રોમાં આવા કૌભાંડો બાહર લાવવામાં આવે જેથી કરી લાભાર્થીઓ સુધી તેમના હકના લાભો પહોંચી શકે તેમ આજરોજ યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

Share This Article