દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં તોતિંગ ઉછાળો: દાહોદ શહેરના ૨૫ મળી જિલ્લામાં કુલ ૩૯ દર્દીઓ નોંધાયા:એક્ટિવ કેસનો આંકડો બેવડી સદી નજીક…

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં તોતિંગ ઉછાળો: દાહોદ શહેરના ૨૫ મળી જિલ્લામાં કુલ ૩૯ દર્દીઓ નોંધાયા:એક્ટિવ કેસનો આંકડો બેવડી સદી નજીક…

 છેલ્લા દસ દિવસથી શરૂ થયેલા કોરોના સંક્રમણે દાહોદ શહેરમાં અજગરી ભરડો લેતા કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો..

 દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓ પૈકી એક બે તાલુકાઓને બાદ કરતાં તમામ તાલુકામાં કોરોના સંક્રમણ પહોંચ્યું..

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લામાં સાગમટે 39 જેટલા  કોરોના સંક્રમિત કેસનો આંકડો સામે આવતા દાહોદ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે ભયની સાથે ફફડાટ નો માહોલ જોવા મળી રહ્યો છે.  આજરોજ જાહેર થયેલા કોરોના સંક્રમિત કેસોમાં સૌથી વધુ દાહોદ શહેરમાં થી ૨૫ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવતા એકલા દાહોદ શહેરમાં છેલ્લા આઠ દિવસમાં 158 જેટલા દર્દીઓ નોંધાતા દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.

 વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે આર.ટી.પી.સી.આર.ના ૧૯૦૭ પૈકી ૨૪ અને રેપીટ ટેસ્ટના ૬૦૮ પૈકી ૧૫ મળી આજે ૩૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૪, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૬, દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૨ અને સીંગવડમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો કુલ આંકડો ૭૩૭૦ અને એક્ટીવ કેસની સંખ્યા વધીને ૧૮૩ને પાર થઈ ગઈ છે.

———————–

Share This Article