
રાહુલ ગાડી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વજેલાવ ગામના કુતરવડલી ફળિયા બે મકાનોમાં આગ લાગતા મકાન બળીને ખાખ..
ગરબાડા તા. 31
ગરબાડા તાલુકા ના વજેલાવ ગામના કુતરવડલી ફળિયા માં ગત સાંજે આકસ્મિક આગ લાગતાં બે મકાન આગની ઝડપે માં આવતા મકાન સહિત ઘરવખરી બળી ને ખાખ થઇ ગઇ હતી.કુતરવડલી ફળિયા ના ડામોર બાદરભાઈ સબુરભાઈ અને ડામોર ખાતરાભાઈ સબુરભાઈ ના મકાન માં અચાનક આકસ્મિક આગ ફાટી નીકળતા આજુબાજુના રહીશો આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે અંતે ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. ફાયર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી આ આગની ઘટનામાં બંને ભાઈઓના મકાનમાં કોઈ જાન હનીને નુકસાન નહોતું થયું પરંતુ મકાન સહિત ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ઈંદુલકર ઘટના સ્થળે દોડી જઈ અને નુકસાની નો સર્વે કર્યો હતો. બંને મકાનમાં ઘરવખરી અનાજ સહિત 78,000 નું જેટલું અંદાજિત નુકસાન થવા પામ્યું હતું. અને ઉપલી કક્ષાએ નુકસાનીનો રિપોર્ટ મોકલી આપ્યો હતો.