
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયામાં પીપળા પૂજન કરતી મહિલાઓને મધમાખીઓ કરડતા નાસભાગ મચી*
*પીપળા પૂજન કરતી દસ થી પંદર મહિલાઓને મધ માખીઓએ ડંખ મારતા સારવાર અપાઇ*
સુખસર,તા.24
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે દશા માતા વ્રતની પૂજા કરવા મહિલાઓ સવારના દસેક વાગ્યાના અરસામાં ગામની બહાર આવેલ પીપળા ઉપર પીપળા પૂજન કરવા માટે ગયેલ હતી. તે દરમ્યાન ભમરાનું ઝુંડ ઉડતા પીપળા પૂજન કરતી મહિલાઓને એકાએ મધમાખીના ભમરાઓ ઉડી ચોટતા પૂજા કરતી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં જીગીશાબેન દેવેન્દ્ર કલાલ તથા ઉર્મિલાબેન મુકેશભાઈ પ્રજાપતિ, કોમલબેન મોહનભાઈ પ્રજાપતિ, કલાબેન સુરેશભાઈ કલાલ,ક્રિષા દેવેન્દ્ર કલાલ જ્યારે અન્ય મહિલાઓને પણ ભમરા ઓએ ડંખ માર્યા હતા શકેજેથી.તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લેતા રાહતનો શ્વાસ લીધો હતો.