
રાહુલ ગાડી :- ગરબાડા
ગરબાડા પોલીસ પર હુમલાની ટૂંકા ગાળામાં બીજી ઘટના, જમાદારને માથાના ભાગે લાકડી મારતા ગંભીરઇજા.
ગરબાડા તા. 18
સમાચારની વાત કરીએ તો હાલમાં થોડા સમય પહેલા જ ગરબાડા તાલુકાની મીનાક્યાર ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારી પર હુમલો થવાની ઘટના બની હતી જેમાં બોર્ડર ઉપર પોલીસ કર્મચારી ની ગાડીની તોડફોડ કરી આ ઘટના શાંત થતાની સાથેજ ટૂંકા ગાળામાં જ ફરિવાર પોલીસ પર હુમલો થવાની ઘટના ગાંગરડી ગામના ચૂલના મેળામાં બનવા પામી હતી. મેળામાં ફરજ બજાવા ગયેલા જમાદાર પર જાન લેવા હુમલો થયા ની ઘટના બની હતી જેમાં જમાદાર ઉપદેશ ભાઈ ચુલના મેળાના બંદોબસ્ત માં હતા તે વખતે બપોરના અરસામાં એક આઇસ્ક્રીમ વાળાની દુકાન પાસે ત્રણ ચાર યુવાનો આઇસ્ક્રીમ વાળા સાથે પૈસા બાબતે માથાકુટ કરતા હતા અને કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવુ કૃત્ય કરતા હોય જેથી જમાદાર ઉપદેશભાઈ એ તેમને કહેલ કે આઇસ્ક્રીમ વાળા સાથે પૈસા બાબતે કેમ માથાકુટ કરો છો તેના જે પૈસા થતા હોય તે આપી દો અને મેળાનુ વાતાવરણ ન બગાડો શાંતિ જાળવો તેમ કહેતા તે ચાર પૈકી ના આશરે ૨૪-૨૫ વર્ષ ની ઉમરનો સુનિલ નામનો
યુવાને ઉપદેસભાઈ ને માથાના ભાગે લાકડી વડે માર મારતા જમાદાર ઉપદેશભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને લઈને દાહોદ એલસીબી પોલીસ ગરબાડા પોલીસ તેમજ જેસાવાડા પોલીસ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.