
સ્થાનિકોએ ફાયર આવે તે પહેલા આગ ઓલવી: ઘરના સભ્યોને સામાન્ય ઇજાઓ પહોંચી..
ઝાલોદના ખરસોડમાં ત્રણ કાચા મકાનોમાં આગ: ઘરનો સર સામાન અને પશુઆહાર બળ્યો..
દાહોદ તા.10
ઝાલોદ તાલુકાના ખરસોડ ગામે ત્રણ કાચા મકાનોમાં ઓચિંતિ આગ લાગી હતી.જેમાં ત્રણે મકાનોમાં મુકેલો, અનાજ કરિયાણું કપડાં તેમજ પશુઓના આહાર મળી સમગ્ર સર સમાન બળી જતા ત્રણે મકાન માલિકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આગના બનાવમાં ફાયર ફાઈટર આવે તે પહેલા આસપાસના લોકોની મદદ વડે આગ ઓલવી દેવામાં આવી હતી. દરમિયાન ઘરના સભ્યોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી.
ઝાલોદ તાલુકાના ખરસોડ ગામે નિશાળ ફળિયામાં રહેતા ભાભોર ગણિયાભાઈ મગનભાઈ, ભાભોર વીરાભાઈ વાલાભાઈ , તેમજ ભાભોર સાવસીંગભાઇ વાલાભાઈના કાચા મકાનોમાં ગઈકાલે સાંજના સમયે આગ લાગી હતી. કોઈ કંઈક સમજે તે પહેલા આગ વધુ વકરતા ઘરના સભ્યો જીવ બચાવીને બહાર નીકળ્યા હતા. અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
દરમિયાન બનાવની જાણ ઝાલોદ ફાયર બ્રિગેડ તેમજ પોલીસને પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ ઓલવી દીધી હતી. પરંતુ આગના બનાવમાં ઘરમાં મુકેલા કપડાં,ગોદડા, વાસણો અનાજ તેમજ અન્ય સર સામાન તેમજ પશુઓ માટેનો ઘાસચારો તથા અન્ય પશુ આહાર બની જતા ત્રણેય મકાન માલિકોને વ્યાપક નુકસાન પહોંચ્યો હતો. આગ ઓલવાના પ્રયાસમાં ઘરના સભ્યોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સાથે પહોંચ્યો હતો. હાલ બનાવ સંદર્ભે તલાટી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.