
સિંગવડ તાલુકા ખાતે સંસદીય સંકુલન વિકાસ પરિયોજના તથા યુવા ચેતના જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
સિંગવડ તા. 9
સિંગવડ તાલુકા કોમ્યુનિટી હોલ ખાતે સંસદીય સંકુલન વિકાસ પરિયોજના તથા યુવા ચેતના જાગૃતિ કાર્યક્રમ 8 3 2024 ના રોજ યોજાયેલ જેમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ નિગમ ભારત સરકાર (N.S.D.C) ના માધ્યમથી સંસદીય સંકુલ દાહોદ જિલ્લાના લીમખેડા તથા સિંગવડ તાલુકાના પસંદ કરેલા કુલ 25 ગામોમાંથી 268 જેટલા યુવાનો અને યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે ટ્રેનિંગ સેન્ટર સરકારી તેમજ 1.એન.એમ સદગુરુ ફાઉન્ડેશન 2.મારુતિ ટ્રસ્ટ 3.આંબેડકર ટ્રસ્ટ તેમજ K.V.K દાહોદ જેવી સંસ્થામાં ટ્રેનિંગ લઈને રોજગારીની તકો ઊભી કરે તેવા ઉદ્દેશથી યુવા ચેતના જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાઈ ભાભોર દિલ્હી થી N.S.D.C માંથી પધારેલા અનિલજી સંસદીય સંકુલના મેનેજર દિલીપ પ્રસાદ જી દિલ્હીથી સૌરભભાઈ ગૌતમ સુરત થી આંબેડકર ટ્રસ્ટના પદાધિકારી એન એમ સદગુરુ ફાઉન્ડેશન તથા પદાધિકારી વિવિધ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તથા ખૂબ મોટી સંખ્યામાં પધારેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર પછી આવેલા મહેમાનો ને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસદ જશવંતસિહ ભાભોર દ્વારા આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જ્યારે સિંગવડ અને લીમખેડા તાલુકાના 25 ગામોના લોકોને આ સંસદીય સંકુલન વિકાસ પરિયોજના નો લાભ મળશે તેમ જણાવ્યું હતું જ્યારે સિંગવડ તાલુકાના પાડલીયા સરજુમી કટારા ની પાલ્લી જાલીયાપાડા હીરાપુર ફોફાણ પાણીવેલા ભીલ પાણીયા પહાડ હુમડપુર વણઝારીયા ઢબુડી મછેલાઈ જામદરા કુમપુર ઝરોલા કેસરપુર વગેરે ગામોની પસંદગી કરવામાં આવી હતી અને આ ગામોની સંસદીય સંકુલન માં વિકાસ ના કામો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેનાથી લોકોને રોજગારી મળી રહેશે અને લોકો પોતાના પગભર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.