
રાજેશ વસાવે:- દાહોદ
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત પુનઃ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ: કાચા પાકા દબાણોનો સફાયો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા દબાણ દૂર કરાયા..
કેટલાકના સંપૂર્ણ મકાનો દૂર કરાતા રસ્તા પર આવ્યા, સરસામાન રસ્તા પર મૂકી રોકકળ મચાવી…
દાહોદ તા.02
દાહોદમાં સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત રોડ પહોળા કરવાની કામગીરી ને લઈને તળાવ ફળિયા ભીલવાડા ખાતે રસ્તામાં અડચણ રૂપ કાચા પાકા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના માર્ગને પહોળા કરવા માટે સ્માર્ટસીટી કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.જેને અનુલક્ષીને આજ્રરોજ વહેલીં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ JCBનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.સ્થળ પર SDM મિલિન્દ દવે,મામલતદાર પ્રદીપ ગોહિલ,ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા સહિતના વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણો દુર કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી.આજરોજ ચાલેલી દબાણો દુર કરવાની પ્રકીયામાં ૧૦૦ જેટલા કાચા પાકા મકાનો જે રસ્તા પૈકી દબાણમાં આવતા હતા તે બુલડોજહર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.દબાણો દુર કરવાની પ્રકિયા દરમિયાન કોઈ ઘર્ષણ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ ન બગડે તે માટે મહિલા પોલીસ ની સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર હાજર રાખવામાં આવ્યો હતો.
*દબાણો દુર કરતા કેટલાક પરિવારો ઘરવિહોણા બન્યા,ઘરનો સરસામાન રોડ મૂકી રોક્કળ કરતા જોવા મળ્યા*
વહીવટી તંત્ર દ્વારા અગાઉ માપણી કર્યા બાદ પાકા મકાનો જે દબાણમાં આવતા હતા.તેમને અગાઉ દબાણો દુર કરવા મ,અતે બબે વખત નોટીસો પાઠવવામાં આવી હતી .તેમજ રસ્તા પૈકી દબાણમાં આવતા અન્ય કાચા દબાણોને અગાઉ સુચના આપ્યા બાદ આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમા કેટલાંક દબાણકર્તાઓના પૂરેપૂરા મકાનો બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન ઘરવિહોણા થયેલા પરિવારો પોતાનો બાળકો સરસમાન રસ્તા પર એક તરફ મૂકી પોતાની કમનસીબીને કોસી રોકકળ મચાવતા જોવા મળ્યા હતા..
*તળાવ ફળિયા ભીલવાડામાં બીજી વખત દબાણો દૂર કરાયા: ગરીબ પરિવારો PM આવાસ યોજનાથી વંચિત.*
તળાવ ફળિયામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ વર્ષો પહેલા દબાણ હટાવવાની કામગીરી સંખ્યાબંધ કાચા મકાનો જે રસ્તા પૈકી દબાણમાં હતા. તેમને બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પુનઃ તે જ સ્થળે બાંધકામ કરી દેવામાં આવ્યો હતો. જે આજે દૂર કરાયા હતા. સરકારની પીએમ આવાસ યોજના અમલમાં છે પરંતુ કમનસીબે અત્રેના જન પ્રતિનિધિઓ અથવા આગેવાનો દ્વારા આ નાના અને સ્લમ વિસ્તારના ગરીબ પરિવારોના પી પીએમ આવાસ યોજનામાં અરજી પણ ન કરી હોવાનું સામે આવ્યું છે.
* મંદિર અને એક મસ્જિદ પણ દબાણમાં હોવાથી તેમણે પણ દૂર કરાશે.*
ભીલવાડા વિસ્તારમાં રસ્તા પૈકી દબાણમાં મંદિર અને વ્હોરા સમાજની મસ્જિદ સહિત અન્ય પાકા મકાનો દબાણમા આવતા હોવાથી નગરપાલિકા તેમજ તંત્ર દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. હવે રસ્તો પહોલો કરવા માટે તંત્ર ધાર્મિક દબાણ પણ દૂર કરશે