Thursday, 03/04/2025
Dark Mode

જય શ્રી મારુતિ નંદન કિશાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબાડા રોડ દાહોદ મા શાળાનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવવા માં આવ્યો.

February 22, 2025
        1311

દાહોદ તા.22

જય શ્રી મારુતિ નંદન કિશાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબાડા રોડ દાહોદ મા શાળાનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવવા માં આવ્યો.

આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબાડા રોડ દાહોદ મા શાળાનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદના અગ્રણી શ્રીમાન જયકિશનભાઇ જેઠવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના મંત્રીશ્રી ભરતભાઈ પંચાલ તેમજ સંસ્થાના ખજાનચી શ્રીમતી સંગીતાબેન પંચાલ તેમજ ડો. દિપ્તેજ પંચાલ, ડો. રિતલ પંચાલ, ડો.આદર્શ પંચાલ તેમજ ચિલ્ડ્રન હોમ દાહોદ અધિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઈનામો તેમજ પ્રમાણપત્ર નું વિતરણ ઉપસ્થિત સર્વે મહેમાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ જયકિશનભાઇ જેઠવાણી તેમજ સંસ્થાના મંત્રીશ્રી ભરતભાઈ પંચાલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી 

તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાની આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવે અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી 

શાળાના આચાર્યશ્રી અશ્વિન પ્રજાપતિ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું.શાળાના કર્મચારી કિંજલબેન પરમાર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ તેમજ બિજિયાભાઈ ડામોર અને આશાબેન ખપેડ પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

કાર્યક્રમના અંતે મેહમાન શ્રીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!