દાહોદના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજાઈ* 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજાઈ* 

દાહોદ તા. ૧૮ 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો ઉદયકુમાર ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભગીરથ બામણીયાના માગૅદશૅન હેઠળ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસરશ્રી ડો હેતલ હઠીલા તેમજ ડો દ્રષ્ટિ ડામોર દ્વારા પ્રા.આ.કેન્દ્ર મોટી ખરજ વિસ્તારમાં આવેલ મોટી ખરજ, વરમખેડા તેમજ પુંસરી ગામના તાલુકા સભ્યોશ્રી, સરપંચશ્રી, ગ્રામ પંચાયત સભ્યોશ્રીને બોલાવી PRI મીટીંગ તેમજ JAS કમિટિની મીટીંગ કરવામાં આવી હતી. જેમા ટી.બી મુક્ત ગ્રામ પંચાયત /હાઇ રીસ્ક ટી.બી પેશન્ટ તેમજ સરકારશ્રી દ્વારા ચાલતા તમામ પ્રોગ્રામો વિશે સમજ આપવામા આવી હતી. 

૦૦૦

Share This Article