Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદમાં વિતેલા 24 કલાકમાં પતંગ ના દોરાથી બે બાઈકચાલકોના ગળા કપાયા, સદભાગ્ય કોઈ જાનહાની નહિ..

January 12, 2025
        461
દાહોદમાં વિતેલા 24 કલાકમાં પતંગ ના દોરાથી બે બાઈકચાલકોના ગળા કપાયા, સદભાગ્ય કોઈ જાનહાની નહિ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વિતેલા 24 કલાકમાં પતંગ ના દોરાથી બે બાઈકચાલકોના ગળા કપાયા, સદભાગ્ય કોઈ જાનહાની નહિ..

દાહોદ તા.12

દાહોદમાં વિતેલા 24 કલાકમાં પતંગ ના દોરાથી બે બાઈકચાલકોના ગળા કપાયા, સદભાગ્ય કોઈ જાનહાની નહિ..

દાહોદમાં વીતેલા 24 કલાકમાં પતંગના દોરાથી બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ બંને વ્યક્તિઓ વાહન ઉપર સવાર હતા. દરમિયાન પતંગનો દોરો ગળામાં આવી જતા લોહી લુહાણ થયા હતા. આ બનાવમાં સદભાગ્ય કોઈ જાનહાની બનવા પામી નહોતી.

 દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં લોકોની સલામતી અને સુરક્ષા માટે ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પતંગ ની દુકાન અને સ્ટોલ ઉપર અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઈકાલે શહેરના ગરબાડા ચોકડી ઉપર બ્રિજ પાસે એક બાઈક સવાર પોતાનું વાહન લઇને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી ગળામાં આવી જતા ધારદાર પતંગના દોરાથી બાઈક ચાલક યુવક લોહી લુહાણ થયો હતો. દરમિયાન ઘટનાની જાણ તેના મિત્રોને થતા મિત્રો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લોહીલુહાણ અવસ્થામાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં હાલ બાઈક ચાલક સારવાર હેઠળ છે. તેવી જ રીતે આજરોજ દાહોદ તાલુકાના રોજમ નજીક નેશનલ હાઇવે ઉપર મુવાલિયાના હીરકાભાઈ ડામોર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે પતંગની દોડ તેમના ગળામાં આવી હિરકા ભાઈના ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!