રાજેશ વસાવે :- દાહોદ
રેલ્વે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરા 9 માસથી બંધ: પે એન્ડ યુઝના નળ ચોરાયા: સિક્યુરિટી રામ ભરોસે.
દાહોદ રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા કામોમાં ગોબાચારીની બૂમો: સંબંધિતોની રહેમ નજરથી એજન્સી ને ઘી કેળા.
દાહોદ તા. ૨
દાહોદ રેલવે સ્ટેશનને આદર્શ સ્ટેશન બનાવવા માટે રેલ્વે દ્વારા 23 કરોડના ખર્ચે અમૃત ભારત યોજના અંતર્ગત રીડ ડેવલોપમેન્ટ નું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કામ કરનાર એજન્સીઓ દ્વારા હલકી ગુણવત્તાનો માલ સામાન વાપર્યો હોવાનું છેલ્લા ઘણા સમયથી બૂમો પણ ઉઠવા પામી છે. થોડા દિવસ અગાઉ રેલવે સ્ટેશન પર લાગી રહેલા ફ્લોરિંગમાં પણ તકલાદી કામ કરી રહ્યા હોવાના વિડિયો સામે આવ્યા હતા. સાથે સાથે રેલવે સ્ટેશનની બહાર સર્ક્યુલેટિંગ એરિયામાં કામ કરનાર એજન્સીએ બાંધકામના ધારાધોરણોને કોરાણે મૂકી હલકી ગુણવત્તાનું કામ કરતા થોડાક જ દિવસમાં પોલ ખુલવા પામી હતી જે જે બાદ સંબંધિત અધિકારીઓની તપાસ બાદ એજન્સીને ઠપકો મળતા જૂનું સીસી વર્ક તોડી નવેસરથી સીસી વર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં રેલ્વે સ્ટેશન ખાતે બનાવેલા પે એન્ડ યુઝ ટોયલેટમાં લગાવેલા નળ ચોરાઈ ચોરાઈ જતા નવેસરથી નવા નળો નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હલકી ગુણવત્તાનો લગાવેલો ટોયલેટનો પોટ તૂટી જતા એક મુસાફરને ગુપ્તાંગના ભાગે ઇજાઓ પહોંચતા તેને તાબડતોડ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ સંબંધિતો દ્વારા કામ કરનાર એજન્સીને નોટિસ મેમો આપતા નવો ટોયલેટ પોટ ફીટ કરવામાં આવ્યો છે. આજરોજ દાહોદ ની મુલાકાતે આવેલા ડીઆરએમ સમક્ષ આ મુદ્દો ઉછળ્યો હતો. અમૃત ભારત સ્ટેશનમાં ચાલી રહેલા કામોમાં ગુણવત્તા જળવાય તે માટે ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે હવે નવા નિયુક્ત બી આર એમ આ મામલે શું કાર્યવાહી કરે છે. તે જોવું રહ્યું.? પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમૃત ભારે સ્ટેશનમાં ચાલી રહેલા કામોમા ચાલી રહેલા સંબંધિત અધિકારીઓએ શું સુપરવિઝન કર્યું.? દોષીતો સામે કેમ પગલાં ન લીધા. તેવા પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે.
*રેલવે સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરા છેલ્લા નવ માસથી બંધ, સિક્યુરિટી રામ ભરોસે.*
દાહોદ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની ગતિવિધિઓનુ સર્વલેન્સ કરવા તેમાં સિક્યુરિટી માટે ૬૩ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેનો ટેન્ડર ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થયા બાદ ટેન્ડર રીન્યુ કરવામાં ન આવ્યું હતું. આ પહેલા જ મોટાભાગના કેમેરાઓ બંધ થઈ જતા આ મામલે આરપીએફ દ્વારા સંબંધીતોને ટકોર પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને છેલ્લે માર્ચ માસ બાદ તો મોટાભાગના કેમેરા બંધ થતા દાહોદ રેલવે સ્ટેશનનું સર્વલેન્સ રામ ભરોસે છે. આરપીએફ તેમજ જીઆરપી તથા દાહોદ પોલીસ માટે ઘણા ખરા ગુનાઓમાં મદદરૂપ થતાં સીસીટીવી કેમેરા બંધ થઈ જતા હવે જો રેલવે સ્ટેશન પર કોઈ ઘટના બને તો તેનું સર્વેનેસ કેવી રીતે કરવું.? રેલવેની સુરક્ષા કેવી રીતે કરવી.? તે અંગેના ઘણા પ્રશ્નો ઉદ્ભવ પામ્યા છે.