રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીકથી પસાર થતી અમદાવાદ પટના સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનમાં ધુમાડો દેખાતા રેલવે તંત્રમાં દોડધામ:ટ્રેન 20 મિનીટ રોકાઈ..
દાહોદ તા.01
દાહોદ નજીકથી પસાર થતી સાપ્તાહિક ટ્રેનના વ્હીલમાં બ્રેક બ્લોકના બેલ્ટમાં ક્ષતિ હોવાના કારણે ધુમાડો નીકળતા આ ટ્રેનને દાહોદ ખાતે થોભાવવાની ફરજ પડી હતી.દરમિયાન રેલવેના આર.આઈ વિભાગનાં કર્મચારીઓ તાબડતોડ દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. જેના લીધે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા 20 થી 25 મિનિટ મોડી પડી હતી. અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર બનેલી આ ઘટનામાં સુપરફાસ્ટ ટ્રેનની પાછળ આવી રહેલી આને ગુડ તેમજ માલ ગાડીઓને પણ પાછળ ઉભી રાખી દેવાની ફરજ પડી હતી.
દાહોદ નજીક થી પસાર થતા અને રેલવેના અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર સ્થિત દાહોદથી આજરોજ પટનાથી અમદાવાદ જતાં સાપ્તાહિક ટ્રેનનું દાહોદ શહેરમાં સ્ટોપેજ નથી. આ ટ્રેન સડસડાટ જ પસાર થવાની હતી પરંતુ આ ટ્રેનના એસ-6 કોચ નીચેથી ભારે ધુમાડા નીકળી રહ્યા હોવાની જાણ આગળના સ્ટેશનેથી દાહોદ કરવામાં આવી હતી.જેથી આ ટ્રેનને દાહોદના પ્લેટફોર્મ નંબર 2 ઉપર રોકી દેવામાં આવી હતી. Lઆ ઘટનાથી રેલવે વિભાગમાં દોડધામ મચી ગઇ હતી તેમજ મુસાફરોમાં પણ ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.રેલવેના આરઇ સ્ટાફે ઘટના પહોંચીને તપાસ કરતાં કોચના બ્રેક બ્લોકના બેલ્ટમાં ક્ષતિ હોવાનું સામે આવ્યુ હતું. આ બેલ્ટના ઘસારાને કારણે ધુમાડા નીકળી રહ્યા હોવાનું જણાતા તેનું તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતું. આ સમારકામ દરમિયાન ટ્રેનને દાહોદ શહેરના સ્ટેશન ઉપર વીસ મીનીટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. ટ્રેનના રોકાણ દરમિયાન રતલામ તરફથી આવતી કેટલીક માલગાડીઓને રસ્તામાં જ રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું.