Saturday, 04/01/2025
Dark Mode

પોલીસે સ્ટેટ તેમજ ઇન્ટરસિટી ચેકપોસ્ટ પર પોલીસની તૈનાતી,300થી વધુ પીધેલાઓનો પોલીસે નશો ઉતાર્યો  દાહોદવાસીઓએ થર્ટીફર્સ્ટની મધ્યરાતે ફટાકડા ફોડયા,ડાન્સ કરી નવા વર્ષને આવકાર્યું,

January 1, 2025
        1557
પોલીસે સ્ટેટ તેમજ ઇન્ટરસિટી ચેકપોસ્ટ પર પોલીસની તૈનાતી,300થી વધુ પીધેલાઓનો પોલીસે નશો ઉતાર્યો   દાહોદવાસીઓએ થર્ટીફર્સ્ટની મધ્યરાતે ફટાકડા ફોડયા,ડાન્સ કરી નવા વર્ષને આવકાર્યું,

રાજેશ વસાવે :- દાહોદ 

પોલીસે સ્ટેટ તેમજ ઇન્ટરસિટી ચેકપોસ્ટ પર પોલીસની તૈનાતી,300થી વધુ પીધેલાઓનો પોલીસે નશો ઉતાર્યો

દાહોદવાસીઓએ થર્ટીફર્સ્ટની મધ્યરાતે ફટાકડા ફોડયા,ડાન્સ કરી નવા વર્ષને આવકાર્યું,

દાહોદના ચર્ચમાં સમાજ દ્વારા મધરાતે 12:00 વાગ્યા ના બાદ નવા વર્ષની ઉજવણી કરાઈ..

દાહોદ તા.01

પોલીસે સ્ટેટ તેમજ ઇન્ટરસિટી ચેકપોસ્ટ પર પોલીસની તૈનાતી,300થી વધુ પીધેલાઓનો પોલીસે નશો ઉતાર્યો  દાહોદવાસીઓએ થર્ટીફર્સ્ટની મધ્યરાતે ફટાકડા ફોડયા,ડાન્સ કરી નવા વર્ષને આવકાર્યું,

દાહોદ જીલ્લામા થર્ટી ફર્સ્ટની ખુબજ ઉત્સાહ ભેર ઉજવણી કરવામા આવી હતી, વર્ષ 2024 ને વિદાય આપવા તેમજ આવી રહેલા નવા વર્ષ 2025 ને વધાવવા માટે દાહોદવાસીઓએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની મોડી રાત સુધી કડકડતી ઠંડીમાં ધામધૂમથી ઉજવણી કરી હતી. અને રાતના બારના ટકોરે ચિચિયારીઓ સાથે ફટાકડા ફોડી હેપ્પી ન્યુ યરના ગગન ભેદી નાદ સાથે નવા વર્ષને આવકાર્યું હતું.

પોલીસે સ્ટેટ તેમજ ઇન્ટરસિટી ચેકપોસ્ટ પર પોલીસની તૈનાતી,300થી વધુ પીધેલાઓનો પોલીસે નશો ઉતાર્યો  દાહોદવાસીઓએ થર્ટીફર્સ્ટની મધ્યરાતે ફટાકડા ફોડયા,ડાન્સ કરી નવા વર્ષને આવકાર્યું,

દાહોદ શહેર સહિત જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાઓમાં ભારે થનગનાટ જોતા શહેર સહિત જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર મોડી સાંજથી જ તૈનાત થયું હતું. દરમ્યાન રાત્રે 12:09 વાગ્યા બાદ પોલીસે ભેગા થયેલા લોકોને વીખેરવાની શરૂઆત કરી હતી. શહેરમાં વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરાયું હતું. થર્ટી ફર્સ્ટની રાત્રે કેટલાક નશાબાજ છાકટા બનીને કાયદાનું ઉલ્લંઘન કરતા હોઈ આ નબીરાઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર સાદા વેશમાં પોલીસનો કાફલો બ્રેથ એનેલાઈઝર સાથે તૈનાત કરવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓની સુરક્ષા માટે સીટીમોને પણ તૈનાત કરાઈ હતી. પોલીસે “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” ના સૂત્ર સાથે શહેરમાં ગોઠવાયેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ને જોતા થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂનો નશો કરનારાઓએ પાર્ટી કર્યા બાદ બહાર નીકળવાનું ટાળ્યું હતું અને જ્યાં પાર્ટી કરી ત્યાં જ રાત્રે રોકાઈ જવાનું મુનાસીબ માન્યું હતું. થર્ટી ફર્સ્ટની રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કે હિંમત કરી દારૂના નશામાં ધૂત બની થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે નીકળેલા આશરે 300થી વધુ પિધેલાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.

*દાહોદ શહેરના તમામ નાકા પર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો..*

31 ડીસેમ્બરની રાત્રે પાર્ટીઓમાં દારૂ અને ડ્રગ્સના સેવનની શંકા હોઈ શહેર પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિ ડામવા માટે કડક કાર્યવાહી હાથ- ધરવામાં આવી હતી અને પાર્ટીમાં દારૂ ડ્રગ્સની ડીલીવરી ના થાય તે માટે મોડી સાંજથી જ વાહન ચેકિંગ સાથે ઠેર ઠેર નાકાબંધી ગોઠવી વાહનો અને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિનાથાય તે માટે શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે રાત્રે બ્રેથ એનેલાઈઝર મશીન અને ડ્રગ્સ કીટની મદદથી અનેક શંકા સ્પદોની તપાસ પણ કરવામાં આવી હતી. અને 300 જેટલા પીધેલાઓ ની અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોબાઈલ ફોન પર બારના ટકોરે Happy new year ના મેસેજનો મારો..

 શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ચર્ચમાં ક્રિશ્ચિયન સમાજ દ્વારા વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેવા આવેલા ક્રિશ્ચિયન સમાજના લોકોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને કેક કટીંગ કરીને મોઢું મીઠું કરાવ્યું હતું. બીજી તરફ રાત્રિના બાર ના ટકોરે નવું વર્ષ 2025નું આગમન થતા જ સોશિયલ મીડિયા પર મોડી રાતથી પરોઢિયા સુધી હેપ્પી ન્યુ યરની શુભેચ્છા પાઠવતા મેસેજનો ધોધ વહેવા માંડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!