બાબુ સોલંકી :- સુખસર
*હિંગલા ઉચ્ચતર માધ્યમિક શાળા હિંગલા/મારગાળા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.*
*1 ડિસેમ્બર 2024 ના વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો*
સુખસર,તા.4
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત રાજ્ય. G.S.A.C.S તેમજ સરકારશ્રીની સુચના અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવત અને જિલ્લા ટી.બી અને એચ.આઈ.વી અધિકારી આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ 1ડિસેમ્બર 2024 વિશ્વ એઈડસ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે RH & CHC – SUKHSAR ના માર્ગદર્શન હેઠળ ictc counsellor નયના દરજી અને સર્વાંગી વિકાસ મંડળના લિંક વર્કરો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેમના આચાર્યગણ સ્ટાફ ને રેડ રીબિન બાંધી એચ.આઈ.વી.અટકાયત માટે સંદેશો આપવામાં આવ્યો હતો.અને HIV/Aids તેમજ ટી.બી અને STI,RTI, Hipetaitish B અંગેની જાગૃતિ માટે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને IEC વિતરણ કરવામાં આવ્યુ હતું.