Wednesday, 30/10/2024
Dark Mode

દિવાળી ટાણે જામીનમુક્ત આરોપી પાસેથી લાંચ માંગવો અમલદારને ભારે પડ્યો:જેલર ખુદ હવે જેલની હવા ખાશે.!!

October 28, 2024
        1209
દિવાળી ટાણે જામીનમુક્ત આરોપી પાસેથી લાંચ માંગવો અમલદારને ભારે પડ્યો:જેલર ખુદ હવે જેલની હવા ખાશે.!!

રાજેશ વસાવે :- દાહોદ 

દિવાળી ટાણે જામીનમુક્ત આરોપી પાસેથી લાંચ માંગવો અમલદારને ભારે પડ્યો:જેલર ખુદ હવે જેલની હવા ખાશે.!!

નકલી કચેરી કૌભાંડમાં તાજેતરમાં જેલમુક્ત થયેલા આરોપીના જામીન અરજીમાં શેરો મારવા 3000 રૂપિયાની લાંચ સ્વીકારતા જેલ અધિક્ષક ઝડપાયા.

દાહોદ તા. ૨૮

દિવાળી ટાણે જામીનમુક્ત આરોપી પાસેથી લાંચ માંગવો અમલદારને ભારે પડ્યો:જેલર ખુદ હવે જેલની હવા ખાશે.!!

દિવાળી ટાણે પંચમહાલ એસીબીએ દાહોદ સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક ને 3000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જતા જેલ અધિક્ષકને જ હવે જેલ જવાનો વારો આવ્યો છે.જેના પગલે સરકારી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં પકડાયેલા આરોપીની તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા તારીખ 4.10.2024 ના રોજ શરતી જામીન મંજૂર કર્યા હતા. ઉપરોક્ત આરોપી દાહોદ તાલુકાના ડોકી ખાતે આવેલ સબજેલ ખાતે સજા ભોગવી રહ્યો હોવાથી ફરિયાદીનો ભાઈ ગતરોજ 22.10.2024 રોજ ડોકી સબજેલમાં જેલ અધિક્ષક તરીકે ફરજાઘીન ફિરોઝખાન સમસુદ્દીન ખાન મલેક પાસે કાગળિયાઓ ઉપર શેરો મરાવવા ગયો હતો જ્યાં ઉપરોક્ત જેલ અધિક્ષક સમસુદ્દીન મલેક દ્વારા જામીન અરજીમાં શેરો મારવાની અવેજીમાં 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.જે અન્વયે ઉપરોક્ત ફરિયાદીએ 7000 રૂપિયા આપ્યા બાદ 3000 રૂપિયા પછી આપવા માટે નક્કી કરેલ હતું. જે બાદ ઉપરોક્ત ફરિયાદીએ પંચમહાલ એસીબીનો સંપર્ક કરતા આજરોજ પંચમહાલ એસીબીના પી.એસ.આઇ શ્રીમતી આર.બી.પ્રજાપતિ તેમજ તેમની ટીમ દ્વારા દાહોદની ડોકી સબજેલ ખાતે છટકું ગોઠવી ઉપરોક્ત જેલ અધિક્ષક ફિરોજખાન મલેકને 3000 રૂપિયા ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.ત્યારબાદ ઉપરોક્ત લાંચિયા અધિકારીને લઈ એસીબી દાહોદ કચેરીએ પહોંચ્યા હતા અને કાગળિયા કાર્યવાહી હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!