
રાજેશ વસાવે :- દાહોદ
રાજસ્થાન-ગુજરાત ધાવડીયા ચેકપોસ્ટ પર આઇસરમાં વેફરના બોક્ષોની આડમાં લઇ જવાતો 15.22 લાખનો દારૂ ઝડપાયો
દારૂનો જથ્થો, એક મોબાઇલ અને ટેમ્પો મળી 25,58,300 રૂ.ના મુદ્દામાલ સાથે જયપુરના ચાલકની ધરપકડ
દાહોદ તા. 26
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી આઇસરમાં વેફરના બોક્ષોની આડમાં હેરાફેરી કરાતો 15.22 લાખ ઉપરાંતના દારૂ સાથે ચાલકને એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.દારૂની 122 પેટી, એક મોબાઇલ અને ટેમ્પો મળી 25,58,300 રૂ.ના મુ્દામાલ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી હતી.
દાહોદ એલ.સી.બી.પી.આઇ. એસ.એમ.ગામેતી, પીએસઆઇ ડી.આર.બારૈયા, એસ.જે.રાઠોડ તથા એલ.સી.બી.ટીમ દિવાળી તહેવારને અનુસંધાને ગતરોજ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ધાવડીયા ગામે હાઇવે ઉપર એક બંધ બોડીનો આઇસર ટેમ્પો RJ-14-GK-0038 નંબરનો ટેમ્પોમાં કોઇ શંકાસ્પદ વસ્તુ ભરી લઇ જતા હોવાની શંકા જતાં ટેમ્પો ઉભો રખાવ્યો હતો. ચાલકને ગાડીમાં શુ ભરેલુ છે પુછતા સંતોષકારક જવાબ નહી આપી ગલ્લા તલ્લા કરતા તેના ઉપર વધુ શંકા ગઇ હતી. જેથી ચાલકને આઇસર ટેમ્પો સાથે દાહોદ એલ.સી.બી.કચેરીએ લઇ આવી ટેમ્પામાં તપાસ કરતા વૈફરના બોક્ષોની આડમાં હેરાફેરી કરવામાં આવતો દારૂનો દારૂની પેટીઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી. વેફરના બોક્ષોની આડમાં લઇ જવાતી ઇંગ્લિશ દારૂની 150 પેટીઓ જેમાં કુલ 15,22,800 રૂપિયાની કુલ 2412 બોટલ મળી આવી હતી. જથ્થો તથા 5000 રૂ.નો એક મોબાઇલ અને તથા 10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી 25,58,300 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજસ્થાનના જયપુરના બસ સ્ટેશન પાસે રહેતો મોહનલાલ નોરતમલ સાહુ (તેલી)ની ધરપકડ કરી તેની સામે ઝાલોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.