
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ SP (MOB ) ઓફિસ ખાતે ફરજ બજાવતા પોલીસે જવાનને તેઓની ઉત્તમ કામગીરીને લઈને પોલીસ મહાન નિરીક્ષકના હતે પ્રમાણપત્ર એનાયત કરાયું..
દાહોદ તા. ૨૩
દાહોદ તાલીમ શાળા કેન્દ્ર ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પંચમહાલ ગોધરા રેન્જના આર.વી અન્સારીની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા પોલીસ વાર્ષિક તપાસણી યોજાય હતી જેમાં ૨૦૨૩/૨૦૨૪ ની ઉત્તમ કામગીરી બદલ પોલીસે જવાનોને પ્રમાણપત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે દાહોદ SP (MOB શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઇ મકનસિંહ દ્વારા દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી બે આરોપી અને તેઓના ફિંગર પ્રિન્ટ
ને ડેટાબેઝમાં એન્ટ્રી કરાવી અને ૧,૬૪,૦૦૦ ઉપરનો મુદ્દા માલ સાથે ત્રણ ઘરપડ ચોરીના વડ થંબેલા ગુનાઓ માં આરોપીને ઝડપી પાડવા આધુનિક તકલીફનો ઉપયોગ કરે ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેઓને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પંચમહાલ ગોધરા રેન્જના આર.વી અન્સારી ના હસ્તે પ્રમાણપત્ર આપી મેડલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉમદા કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.