
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે રાત્રે રેતી ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં જાન હની ટળી
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો બનવાની ઘટનાઓ બનતી હોય છે.
રાત્રિના સમયે ખારવા ગામે નંબર પ્લેટ વગરની રેતી ભરેલી ટ્રક પલટી મારી.
ગરબાડા તા. ૯
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલત ના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને આ અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે ત્યારે વાત કરીએ તો ગત તારીખ 8 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે ખારવા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મધ્યપ્રદેશના અલિરાજપુર થી રેતી ભરીને આવેલ નંબર પ્લેટ વગરની ટ્રક દાહોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઇડ માં ઉતરી ને પલટી મારી હતી. મળતા અહેવાલો મુજબ આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાન હાની સર્જાઈ ન હતી.