બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના હિંદોલીયામાં મોડેલ સ્કૂલનું ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે શિલાન્યાસ*
*૩૧ લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી નવનિર્મિત થશે રેસીડેન્સીયલ સ્કૂલ*
*ઝારખંડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની મોડેલ સ્કૂલનો શિલાન્યાસ કર્યો*
સુખસર,તા.2
ફતેપુરા તાલુકાના હિંદોલીયા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.31 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવ નિર્માણ થશે તેમ ધારાસભ્યએ ઉપસ્થિત લોકો મેં જણાવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામે એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ મંજુર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.જેનો શિલાન્યાસ કાર્યક્ર્મ બુધવાર ગાંધી જયંતિના દિવસે યોજાયો હતો.ઝારખંડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો.જેમાં હિંદોલીયા ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો હતો.ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યુ હતું કે, આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ,પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે.આ સ્કૂલ 31લાખ ના ખર્ચે નિર્માણ થશે.કાર્યક્ર્મમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા,તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી,પ્રાંત અધિકારી ભાટીયા, જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલભાઈ ડામોર,અલ્પાબેન ભાભોર,તાલુકા પંચાયત સભ્ય મિનેશભાઈ બારીયા, મામલતદાર વસાવા,સરપંચ દલસુખભાઈ,બી.આર.સી મુકેશ પટેલ, સી.આર.સી કલ્પિત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રમજનો ઉપસ્થિત રહ્યા હતા.અને વિડિઓ કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો લાઈવ કાર્યક્ર્મ નિહાળ્યો હતો.