ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ઘોડીયા ગામ ની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સ માં સફળ ડિલિવરી કરાવી*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ઘોડીયા ગામ ની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સ માં સફળ ડિલિવરી કરાવી*

સુખસર,તા.28

 આજ રોજ તારીખ 28/09/2024 ના રોજ ઘોડીયા ગામ ની એક 27 વર્ષ મહિલાને ડીલેવરીનો દુઃખાવો ઉપડતા 108 ને કોલ કરી કેશ નોંધાવ્યો હતો.ત્યારે ઝાલોદ 108 ને આ કેશ મળતાં તરત જ કોલરને કોલ કરી ને પ્રિ અરાઈવલ ઇન્સ્ટ્રકશન આપી તાત્કાલિક જવા રવાનાં થયાં હતાં.ત્યારે ઘોડીયા ગામ પહોંચ્યા પછી પેશન્ટ ની કંડીશન જોઈ,પેશન્ટ દુઃખાવો વધારે હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સ માં લઇ પછી રસ્તામાં ઝલાય મંદિર પાસે આવતા બાળકનું હેડ દેખાતાં જ EMT દ્વારા એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ હતી .અને ડૉ. ERCP ડૉ.પરમારની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી મધર ને અને બેબીનો જીવ જોખમમાં થી બચાવી S.D.H હોસ્પિટલ ઝાલોદમા સ્વીફ્ટ કર્યું હતું.108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT અજય ડામોર અન પાઇલોટ અર્જુન કટારાની સૂઝબુઝ થી પેશન્ટને સલામતી પૂર્વક હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

Share This Article