Thursday, 21/11/2024
Dark Mode

વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસના ધડા ઉતાર્યા… બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC ) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા…

September 26, 2024
        1924
વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસના ધડા ઉતાર્યા…  બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC ) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા…

રાજેશ વસાવે :- દાહોદ 

વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસના ધડા ઉતાર્યા…

બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC ) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા…

 રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મીટીંગોનો ધમધમાટ, 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ..

દાહોદ તા. ૨૬

દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા 179 જેટલા સર્વે નંબરો ને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા બાદ કલેકટરના માર્ગદર્શનમાં તપાસના કામે નિયુક્ત કરેલી તંત્રની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં બિનખેતી તેમજ 73 AA ના હુકમોની ખરાઈ, સરકારી પડતર ના હુકુમો ક્રોસ વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઉપરોક્ત સર્વે નંબરોમાં જે તે સમયે જે તે અધિકારી દ્વારા નોંધ પાડવામાં આવી છે. તેની પણ ખરાઈ હાલ તંત્રને ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લીધી છે. જે અંતર્ગત રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC ) ની વિજિલન્સની ટીમોએ છેલ્લા ત્રણ દિવસથી દાહોદમાં ધામા નાખ્યા છે. ઉપરોક્ત ટીમોમાં એક એડિશનલ કલેકટર કક્ષાના,એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના, એક મામલતદાર, પાંચ ક્લાર્ક તેમજ 9 નાયબ મામલતદાર સહિતના 17 અધિકારીઓની ટીમોં દ્વારા દાહોદના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લઈ રહ્યા છે સાથે સાથે તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો  બોગસ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે. તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ઉપરોક્ત ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લઈ રહી છે. આ સાથે સ્થળ ચકાસણી માટે દાહોદની ડીએલઆર, ડીઆઈએલઆર,  ની ટીમ સાથે એક નાયબ મામલતદાર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ વિઝીટ કરી રહ્યા છે સાથે સાથે પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સીટી સર્વે, DLR, DILR સહિતની કચેરીઓમાં દસ્તાવેજો ના પોટલાઓને ફરીથી ક્રોસ વેરીફિકેશન કરી રહ્યા છે. હાલ ગાંધીનગરની ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતા ઉપરોક્ત કચેરીઓમાં રોજિંદથી કામગીરીની સાથે સાથે ટીમોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાતા હાલ ઉપરોક્ત તમામ કચેરીઓ વહેલી સવારથી મોડી સાંજ સુધી ધમધમથી જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે શું પરિણામ આવશે…??? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!