ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ૧૦મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…
ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..
સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન સરકારના વિવિધ વિભાગોની અનેક સેવાઓ મળી…
દાહોદ તા. ૧૮
પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે ઝાલોદ તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમના ૧૦ મા તબક્કાનો શુભારંભ કરાયો.ત્યારે આજે તારીખ ૧૭-૯-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ઝાલોદ તાલુકાના લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. 13 વિભાગોની 55 સેવાઓ લાભાર્થીઓ સુધી પહોંચી.
*ધારાસભ્યના હસ્તે ઝાલોદ તાલુકાના લીમડી મુકામે પશુ સારવાર કેમ્પ ખુલ્લુ મુકાયો.*
ઝાલોદ 130 ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના હસ્તે લીમડી મુકામે પશુ દવાખાના ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પશુ સારવાર કેમ્પ હેઠળ ગાય, ભેંસ સહિત તમામ પશુઓના સારવાર કરવાનો શુભારંભ કરાયો. મોટી સંખ્યામાં પશુ પાલકો આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં પશુ પાલકોએ લાભ લીધો.તેમજ હાજર પશુ પાલકોને ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા દ્વારા પશુપાલન શાખામાં ચાલતી સરકારી યોજનાઓ વિશે લાભાર્થીઓને લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
*ઝાલોદ તાલુકાના લીમડી નગરનાં ચાકલીયા રોડ ખાતે ધારાસભ્યશ્રી અને વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો.*
વહીવટી તંત્ર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. આજે 17/09/2024 થી 02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનુ આયોજન કરાયું.જેમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા,
તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી, મામલતદારશ્રી એસ એમ પરમાર, દ્વારા રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાયો.
*એક પેડ માં કે નામ” અંતર્ગત આજરોજ લીમડી કન્યા શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.*
આ કાર્યક્રમ નિમિતે ઝાલોદ તાલુકામા સમાવિષ્ટ આઁબા, મોટી હાંડી, ડગેરીયા, બિલવાણી, મુણધા, થાળા લીમડી, ગોલાણા, સુથારવાસા, કારઠ, રુપાખેડા, લીમડી, નીમે વરોડ, રણીયાર કણબી, રણીયાર ઇનામી, લીલવા દેવા, લીલવા પોકર, ટાંડી, ડુંગરી, ખરવાણી, પીપલીયા, પારેવા, સીમલીયા, વાંકોલ, કુણી, કાળીગામ ગુર્જર, મીરાખેડી, વસ્તી, પાવડી, પરથમપુર, નાની હાંડી, રળીયાતી ભુરા, ગુલતોરા, દાંતીયા, ટાઢાગોળા, ધારા ડુંગર, શારદા તેમજ કાળીગામ ઇનામી જેવા ગામોનો સમાવેશ કરવામા આવ્યો, જેઓને આ કાર્યક્રમ દરમ્યાન સરકારના વિવિધ વિભાગોની સેવાઓનો લાભ મળ્યો હતો
આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી ,ફોરેસ્ટ અધિકારીશ્રીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ,
તાલુકા પંચાયત ઉપ્ર પ્રમુખ, તાલુકાના સભ્યો,જીલ્લા સભ્યો શ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા