
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઝાલોદ તાલુકાના બંબેલા ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન એમ્બ્યુલન્સમાં લઇ જવાતો સવા લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો
ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ બુટલેગર તત્વો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે નવતર પ્રયોગો કરવા સક્રિય
ગામ પંચાયતની ચૂંટણી ટાણે વિદેશી દારૂ અને કડક રીતે ડામી દેવા દાહોદ પોલીસ એક્શન મોડમાં..
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બંબેલા ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક ટાવેરા એમ્બ્યુલંશ ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૨૨,૪૦૦ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી જ્યારે ગાડીમાં સવાર અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર એમ કુલ ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરો તેમજ ખેપીયાઓએ હવે નવી તરકીબ અપનાવી હોય તેમ લાગી રહ્યું છે. એમ્બ્યુલંશની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં થયાં છે. અગાઉ પણ થોડા સમય પહેલા એમ્બ્યુલંશમાંથી પોલીસ દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે આવોજ એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગત તા.૧૨મી ડિસેમ્બરના રોજ બંબેલા ગામે લાસુણ ફળિયામાંથી એક ટાવેરા એમ્બ્યુલંશ ગાડી પસાર થઈ હતી. પોલીસે શંકા જતાં એમ્બ્યુલંશને ઉભી રાખતાં ગાડીમાં સવાર સતીષભાઈ ડીંડોર (રહે. બાંસવાડા, રાજસ્થાન) પોલીસને ચકમો આપી નાસી ગયો હતો જ્યારે ગાડીનો ચાલક પુષ્પેન્દ્રસિંહ પર્વતસિંહ ડાબી (રહે. બાંસવાડા, રાજસ્થાન)ને પોલીસે અટકાત કરી હતી. પોલીસે ટાવેરા એમ્બ્યુલંશ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૪૪૦ કિંમત રૂા. ૧,૨૨,૪૦૦ના મુદ્દામાલ સાથે એક મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૭૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. પોલીસે ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતો મુકેશભાઈ નામક ઈસમે ભરી આપ્યો હતો અને સમીરભાઈ (રહે. દાહોદ) નાએ મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું.
આ સંબંધે ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-