
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
માછળનદીમાં સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયરનું આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું,યુવકની બાઈક નદી પાસે મળી આવતા આશ્ચર્ય..
લીમડીના યુવકનો માછળનદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા.? પોલીસ તપાસમાં જોતરાઈ.
યુવકના મૃતદેહને પી.એમ અર્થે દાહોદ ખસેડાયો,
દાહોદ તા. 29
ઝાલોદ તાલુકાના લીમડી નજીક માછળનાળા નદીમાં લીમડીનો એક યુવક ડૂબ્યો હોવાની જાણ નગરમાં વાયુવેગે પ્રસરતા ગામના લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ફાયર બ્રિગેડને બોલાવી સ્થાનિક તરવૈયાની મદદથી ઉપરોક્ત યુવકની આખી રાત શોધખોળ કરી હતી. જોકે ભારે જહેમત બાદ વહેલી સવારે યુવકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે યુવકના મૃતદેહ અને પીએમ અર્થે લીમડી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.જોકે ઉપરોક્ત યુવકે આત્મહત્યા કરી છે.કે કોઈકે હત્યા કરી છે.? તે અંગે રહસ્ય સર્જાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લીમડીના મોઢીયાવાસમાં રહેતા અને કરંબામાં કરિયાણા તેમજ સંસ્થાના ની દુકાન ચલાવતા કુશ મોઢીયા નામક યુવક દૈનિક દિનચર્યા મુજબ સાંજના સમયે તેની દુકાન બંધ કરી લીમડી તેના ઘરે આવી રહ્યો હતો. તે સમયે રસ્તામાં લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલા માછલનદીમાં અગમ્ય કારણોસર પડ્યો હતો. જ્યારે તેની બાઈક પાસેથી મળી આવી છે.ઉપરોક્ત યુવક જોડે શું ઘટના બની છે.?તે અંગે તરેહતરેહની ચર્ચાઓ જોર પકડ્યું છે..ઉપરોક્ત બાઇક સવાર આ કુશ મોઢીયા કેવી રીતે નદીમાં પડ્યો. અથવા આત્મહત્યા કરી કે કોઈએ તેને મારીને ફેંકી દીધો.તે ચર્ચા નગરમાં ટોક ઓફ ઘ ટાઉન બનવા પામી છે.જોકે આ તમામ બાબતોને સર્જાયેલા રહસ્યમય સંજોગોને ધ્યાનમાં લઇ પોલીસે હાલ તપાસનો દોર લંબાવ્યો છે.. જયારે આગામી સમયમાં ઉપરોક્ત કુશ મોઢીયાએ આત્મહત્યા કરી છે. અથવા કોઈએ તેની હત્યા કરી છે.?તે અંગેનું રહસ્યનો પડદો પોલીસ તપાસમાં ચોક્કસપણે બહાર આવશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.પરંતુ ઉપરોક્ત યુવકના મોતથી પરિવારજનો તેમજ તેના સગાસંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામેલ છે.