Monday, 16/09/2024
Dark Mode

સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો.

August 27, 2024
        1398
સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો.

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો.

નવસારી તા. ૨૭

સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો.

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ મિન્ટેશ પટેલ,નિતેશ પટેલ,જીગ્નેશ પ્રધાન,ખેરગામ ગ્રામપંચાયત સદસ્ય શૈલેષ પટેલ પોતાના અંગત કામથી સેલવાસ ગયેલ.જ્યાંથી પરત ફરતી વખતે લાકડમાળ ગામે નેશનલ હાઇવે પર એક મોટુ વૃક્ષ પડી ગયેલ હતું,જેનાં લીધે રસ્તો બંધ થતાં વાહનો અટકી જતાં મસમોટો ટ્રાફિક જામ થયું હતું.

ત્યારે લોકોની હાલાકી સ્થાનિક લોકો પાસે કુહાડીઓ મંગાવી સમસ્ત આદિવાસી સમાજના સભ્યો દ્વારા જાતે જ ઝાડ કાપી ટ્રાફિક ચોખ્ખો કરી હાલાકી દૂર કરતા ઉપસ્થિત લોકોએ એમનું સેવાકીય કાર્ય તાળીઓના ગળગળાટથી વધાવી લીધું હતું.આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમ કોઈપણ દુઃખના પ્રસંગે પોતાના સેવાકીય કાર્યોમા હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે.લાકડમાળ ગામે લોકોને હાલાકી ભોગવતાં અને એક કલાક કરતા વધારે સમયથી તંત્ર પાસે મદદની રાહ જોઈને બેસેલા જોઈને ચારેય આગેવાન મિત્રો સ્થાનિક લોકોને બોલાવી એમની પાસે કુહાડી મંગાવી તંત્રનાં આવવાની રાહ જોયા વગર જાતે જ ધસી પડેલું વૃક્ષ કાપવા લાગી ગયેલ અને ધરાશયી વૃક્ષને કાપીને હટાવી દઈ ટ્રાફિક ખુલ્લો કરતા લોકોએ એમનું સુંદર સેવાકીય કાર્ય તાળીઓ-ચીચીયારીઓથી વધાવી લીધેલ.એકદમ સામાન્ય માણસોની બનેલી અમારી ટીમનો એક જ નેમ છે કે જ્યાંપણ કોઈ તકલીફમાં હોય ત્યાં કોઈની પણ રાહ જોયા વગર તાત્કાલિક પોતાનાથી બનતી મદદ કરવી.અને અમારી ટીમ બખુબી એ કામ કરી રહી છે જેનો મને અનહદ આનંદ છે.અમારી મા પ્રકૃતિને એક જ પ્રાર્થના આજીવન રહેશે કે આવી જ રીતે આજીવન અમને લોકોના દુઃખો દૂર કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!