હેલીકૉપટર ક્રેશમાં શહીદ થયેલા દેશના પ્રથમ CDS સહીત જવાનોને દાહોદ તેમજ ફતેપુરામાં બીજેપી દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

હેલીકૉપટર ક્રેશમાં શહીદ થયેલા દેશના પ્રથમ CDS સહીત જવાનોને દાહોદ શહેર બીજેપી દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી 

ફતેપુરા તાલુકા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય સેનાના ચીફ નાયક જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

દાહોદ તા.૧૧

હેલીકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ભારત દેશના સીડીએસ બિપીન રાવત તેમના ધર્મ પર્તિ સહિત ૧૧ વીર યોધ્ધાઓના હેલીકોપ્ટર ક્રેશમાં દુઃખદ અવસાન થતાં શહીદ થયાં હતાં. સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમામ લોકો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ પણ અપાઈ રહી છે ત્યારે દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા આ વીર જવાનો શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં

દાહોદ શહેરમાં સાંજના સમયે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્ડલ માર્ચ શહેરના વિવિધ માર્ગાે ઉપર ફરી દાહોદ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેરના હોદ્દેદારો, કાર્યકરોએ વીજ જવાન અમર રહોના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયા, દાહોદ શહેર ભાજપા મહામંત્રી, મંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શહેરવાસીઓ જાેડાયાં હતાં.

ફતેપુરા તાલુકા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય સેનાના ચીફ નાયક જનરલ બિપિન રાવત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ભાજપ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સેનાના ચીફ નાયક જનરલ બિપિન રાવત ને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઇ આમલીયાર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ પ્રમુખ મોહિતભાઈ ડામોર રાહુલભાઈ રાવત યતીન ભાઈ નાયક મહામંત્રી જીતુભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો હાજર રહી ભારતીય સેનાના ચીફ નાયક જનરલ બિપિન રાવત ના ફોટા ને ફૂલોથી અને શબ્દોના ફૂલોથી શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ફતેપુરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ દિપોશુભાઈ આમલીયાર અને તેમની યુવા ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article