*સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે ૧૦૮ કર્મચારી ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.* 

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે ૧૦૮ કર્મચારી ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.* 

સુખસર,તા.૧૪

આજ રોજ દાહોદ જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દેવગઢ બારીયા ખાતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, માનનીય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર , દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી યોગેશ નિરગુડે સાહેબ, દાહોદ જિલ્લા DDO શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ તથા જિલ્લા ના અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો.

        આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ ના વિવિધ પ્રોજેક્ટ માં ફરજ બજાવતા કર્મચારી ને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી કર્યા બદલ માન. મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

               ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા , ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ, MVD સેવા, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ જેવી સિવાઓ અવિરત સેવા આપી રહી છે ત્યારે તેમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Share This Article