
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ખરોડ નદીના બ્રિજ પર ગાબડું પડતાં સળિયા બહાર દેખાયા…
રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને સાવધાન રહેવાનો વારો આવ્યો નજર હતી તો દુર્ઘટના ઘટી જેવા દ્રશ્ય….
ગરબાડા. તા. ૧
ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે ગરબાડામાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. અલગ અલગ વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે જેમાં
ગરબાડા નાં ગાગરડી રોડ પર આવેલ કરોડ નદી ના બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલક ને સાવધાન રહેવાનો વારો આવ્યો છે. જેમાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા RCCના બ્રિજમાં ગાબડું પડયું છે. બ્રીજ પરના RCC તુટી જતાં અંદરના લોખંડ ના સળિયા બાહર દેખાવા લાગ્યા છે.મોટર સાઇકલમાં આ સળીયા ફસાઈ જાયતો કોઈ મોટી અકસ્માતની ઘટના સર્જાય શકે તેવી ભિતી સેવાઇ રહી છે અકસ્માત પહેલા આ ગાબડું રીપેરીંગ કરવામાં આવે તો જાનહાની ટળી શકે તેમ છે.