
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બે આંખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ: ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, સારવાર અર્થે ઝાયડસમાં ખસેડાયા
દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં રખડતા પશુઓએ ત્રણ વ્યક્તિઓને અડફેટમાં લેતાં ત્રણેય ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે રખડતા પશુઓએ રાહદારીઓને અડફેટમાં લેતાં ઈજાગ્રસ્ત સ્વજનોમાં ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો.
દાહોદ શહેર સ્માર્ટ સીટીની નામના ધરાવતાં શહેરમાં રખડતા પશુઓ મામલે કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતાં અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. રખડતા પશુઓના જાહેરમાં યુધ્ધને પગલે ભુતકાળમાં કેટલાંક લોકોને શરીરે ઈજાઓ પહોંચી હોવાના બનાવો પણ બની ચુક્યાં છે. રખડતા પશુઓના જાહેરમાં યુધ્ધને કારણે આવા પશુઓ બાખડતા બાખડતા વેપારીઓની દુકાનમાં પણ ઘુસી જવાના બનાવો બન્યાં છે. ત્યારે ગતરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે રાત્રીના સમયે સ્ટેશન રોડ ખાતેથી પસાર થઈ રહેલા કેટલાંક રાહદારીઓને આવા રખડતા પશુઓના જાહેરમાં યુધ્ધને પગલે રખડતા પશુઓએ ત્રણ જેટલા વ્યક્તિઓને અડફેટમાં લીધાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. અને રખડતા પશુઓના યુધ્ધમાં ઈજાગ્રસ્તોને બચાવી લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જાહેર માર્ગાે પર અડીંગો જમાવી બેસી રહે છે. રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આવા સમયે રસ્તા પરથી પસાર થવામાં પણ ડરનો સામનો કરવો પડતો હોય છે. દાહોદ નગરપાલિકા દ્વારા ભુતકાળમાં આવા રખડતા પશુઓને પાંજરે પુરવા માટે ચોક્કસ એજન્સીને કામગીરી પણ સોંપવામાં આવી હતી પરંતુ એજન્સી દ્વારા આવા રખડતા પશુઓને પકડે છે કે કેમ ? તેમની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.
—————————————-