
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસને લઈને સંપૂર્ણ સજ્જ
આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધનાં ધોરણે કાચા મકાનોમાં ડસ્ટિંગ શરુ: ઘરે ઘરે બાળકોની આરોગ્ય તપાસ શરૂ કરાઈ
અત્યાર સુધી કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી..
ગરબાડા તા.26
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ ચંદીપુરા વાયરસ ને લઈને દહેસત નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા તેમજ તાલુકાના આરોગ્ય કેન્દ્રોને જરુરી સૂચનાઓ અને ગાઇડલાઈન આપવામાં આવી છે જેના ભાગરૂપે ગરબાડા આરોગ્ય વિભાગ સંપૂર્ણ ત્યારીઓ સાથે સુસજ્જ છે. ત્યારે વાત કરીએ ત્યારે ગરબાડા તાલુકો ચાંદીપુરાસામે લડવા માટે ત્યાર છે જેમાં ચાંદીપુરા રોગ ને રોકવા માટે ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તલુકાના તમામ ગામોમાં ડસ્ટીંગ કામગીરી કરવામાં આવી રહી છે.જેમા આરોગ્ય વિભાગ ગરબાડા ના તમામ કર્મચારીઓ ગામે ગામ,ફળીયે ફળીયે,ઘરે ઘરે જઈને લોકોને ચાંદીપુરા તેમજ તેને રોકવા વિશે સમજ આપવામા આવી રહી છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડો અશોક ડાભી સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગરબાડા તાલુકામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસ નો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી અને સરકાર શ્રી અને આરોગ્ય વિભાગ તરફ થી ચાંદીપુરા વાયરસ ને લઈને જે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય તેમજ અર્બન વિસ્તારોના કાચા તેમજ તિરાડો વાળા મકાનો માં ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.સાથે ગરબાડા તાલુકાના તમામ સ્કૂલો, આંગણાડીઓ,સરકારી દવાખાાઓમાં પણ ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના MPHW અને FHW અને આશા વર્કર દ્વારા સતત સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે.અત્યાર સુધી ગરબાડા તાલુકામાં ચાંદીપુરા નો કોઈ કેસ નોંધાયેલ નથી.ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો અશોક ડાભી એ જણાવ્યું હતું કે ગરબાડા તાલુકામાં આંગણવાડીઓ, સ્કૂલો,અને કાચા મકાનો પર ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.તમામ PHC કેન્દ્રો પર ઓક્સિજન,પૂરતો મેડિકલ સ્ટાફ રાખવામાં આવેલ છે.જો કોઈ ચાંદીપુરા ૂવાયરસ નો શંકાસ્પદ કેસ જણાઈ આવે તો તેને ગરબાડા CHC પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે .જ્યાં દર્દી ના તમામ મેડિકલ રિપોર્ટ અને સારવાર કરવામાં આવે છે…